News Continuous Bureau | Mumbai
Pakistan અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને લઈને એક ખૂબ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન ન્યુક્લિયર ટેસ્ટ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નિશ્ચિતપણે ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પણ ન્યુક્લિયર ટેસ્ટ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે અમે પણ પરીક્ષણ કરીશું કારણ કે બીજા દેશો પરમાણુ પરીક્ષણ કરે છે.
ટ્રમ્પના દાવાએ વધારી ચિંતા
નોંધનીય છે કે પાકિસ્તાનની સત્તાવાર ઘોષણા મુજબ તેણે ૧૯૯૮ માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને માનીએ તો પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતું આવ્યું છે. અને આવી જ સ્થિતિ રશિયા અને ચીનની છે. ટ્રમ્પના મતે બંને દેશ લાંબા સમયથી પરમાણુ પરીક્ષણ કરતા આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીબીએસના ‘૬૦ મિનિટ્સ’ કાર્યક્રમમાં એક મુલાકાતમાં કહ્યું કે રશિયા અને ઉત્તર કોરિયા પણ પોતાના પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
૩૩ વર્ષના પ્રતિબંધ બાદ પરીક્ષણનો આદેશ
ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેમણે ૩૩ વર્ષના પ્રતિબંધ પછી અમેરિકી સેનાને પરમાણુ હથિયાર પરીક્ષણ કરવાના પોતાના આદેશને યોગ્ય ઠેરવ્યો. ટ્રમ્પના ખુલાસા મુજબ જો પાકિસ્તાન ન્યુક્લિયર ટેસ્ટ કરી રહ્યું છે તો આ ભારત માટે ચિંતાજનક માહિતી છે.