Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત

Bhavya Gandhi TMKOC: તારક મહેતા માં ભવ્ય ગાંધી ની વાપસી ની ચર્ચા એ જોર પકડ્યું છે તેવામાં ભવ્ય ગાંધી એ ખુલાસો કરતા જણાવ્યું કે – “જ્યાંથી શીખ્યું ત્યાં જ પહેલી ફિલ્મનું પ્રમોશન કરવું મારા માટે સમાપન સમાન છે”

by Zalak Parikh
Bhavya Gandhi Clarifies He’s Not Returning to TMKOC, Only Visiting for Film Promotion

News Continuous Bureau | Mumbai

Bhavya Gandhi TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપ્પુ તરીકે જાણીતા ભવ્ય ગાંધી ની શોમાં વાપસી અંગે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી. હવે ભવ્ય એ સ્પષ્ટતા કરી છે કે તે  શોમાં એક્ટર તરીકે નહીં, પરંતુ પોતાની ફિલ્મના પ્રમોશન માટે જ જશે. તેણે કહ્યું કે “જ્યાંથી શીખ્યું ત્યાં જ પહેલી ફિલ્મનું પ્રમોશન કરવું મારા માટે એક ચક્ર પૂરું થવું છે.”

આ સમાચાર પણ વાંચો : Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય

અફવાઓ પર ભવ્ય ની સ્પષ્ટતા

એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં ભવ્ય એ કહ્યું કે “મને લોકોનો પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો. દુઃખ છે કે હું શોમાં પાછો નથી આવી રહ્યો. મેં માત્ર એટલું કહ્યું હતું કે હું શોમાં જઈશ – પણ ફિલ્મના પ્રમોશન માટે.”ભવ્ય એ કહ્યું કે “જ્યાંથી મેં અભિનય શીખ્યો, ત્યાં જ મારી પહેલી ફિલ્મનું પ્રમોશન કરવું મારા માટે ખૂબ ખાસ છે. આ મારા માટે એક સમાપન છે.” તેણે ઉમેર્યું કે “અફવાઓ વાંચીને હું હસતો રહ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Telly Talk (@tellytalkindia)


ભવ્ય એ જણાવ્યું કે તેની ત્રણ ફિલ્મો શૂટ થઈ ચૂકી છે અને ચોથી ફિલ્મની તૈયારી શરૂ થઈ રહી છે. તેણે કહ્યું કે “8 વર્ષ પછી પણ લોકો મને આટલો પ્રેમ કરે છે – એ મારા માટે આશીર્વાદ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More