Beetroot Face Pack: ગ્લોઇંગ સ્કિન મેળવવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો, ટ્રાય કરો આ હોમ રેમેડી!

Beetroot Face Pack: એક હેલ્થ કોચે બીટ અને કોફી પાઉડર થી ચહેરાની ચમક વધારવાનો નેચરલ ઉપાય બતાવ્યો

by Zalak Parikh
Get Glowing Skin with Just 20 Beetroot – No Need to Spend Thousands at Salon

News Continuous Bureau | Mumbai

Beetroot Face Pack: દરેકને ચહેરો ગ્લો કરતો હોય તેવો ગમે છે, પરંતુ કેમિકલ પ્રોડક્ટ્સ સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. તાજેતરમાંએક  હેલ્થ કોચે એક સરળ નેચરલ રીત બતાવી છે જેમાં માત્ર 20ના બીટ થી ચહેરાને ગ્લોવિંગ બનાવી શકાય છે. આ માટે સલૂન  માં હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી.

બીટ અને કોફી પાઉડરથી સ્કિન ગ્લો કરાવવાનો ઉપાય

 ઉપાય:

  • બીટ નો થોડો રસ લો
  • તેમાં 1 ચમચી કોફી પાઉડર મિક્સ કરો
  • આ મિશ્રણથી ચહેરા પર સ્ક્રબ કરો
    આથી બ્લેક સ્પોટ્સ અને વ્હાઇટ સ્પોટ્સ દૂર થાય છે.

સ્ક્રબ પછી થોડો લોટ,બેસન અને બીટ નો રસ મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને ચહેરા અને ગળા પર 15 મિનિટ લગાવો. 20 મિનિટમાં ચહેરાની ચમક દેખાશે – તે પણ માત્ર 20માં.

આ સમાચાર પણ વાંચો : Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ

બીટ માં વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ  હોય છે જે સ્કિનની ઇલાસ્ટિસિટી સુધારે છે અને હાઇપરપિગમેન્ટેશન ઘટાડે છે. એક રિસર્ચ મુજબ બીટ ના એક્સ્ટ્રેક્ટથી સ્કિન હેલ્થમાં સુધારો થાય છે. જોકે, દરેક સમસ્યા માત્ર બીટ થી દૂર થશે એવું નથી, પરંતુ નેચરલ ગ્લો માટે તે અસરકારક છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like