Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.

Mrs Deshpande Teaser Out: સીરિયલ કિલર ડ્રામામાં માધુરીનો ઇન્ટેન્સ લુક, શો 19 ડિસેમ્બરથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે

by Zalak Parikh
Mrs Deshpande Teaser Out: Madhuri Dixit’s Killer Smile Creates Buzz, Show Streams from December 19

News Continuous Bureau | Mumbai

 Mrs Deshpande Teaser Out: બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત ના અપકમિંગ શો ‘મિસેસ દેશપાંડે’ નું ટીઝર રિલીઝ થયું છે.   ટીઝરમાં માધુરી એક અલગ અને ઇન્ટેન્સ પાત્રમાં દેખાઈ રહી છે. વીડિયોમાં તે શાકભાજી કાપતી જોવા મળે છે અને રેડિયો પર સમાચાર આવે છે કે આઠ મર્ડર થયા છે, પરંતુ કિલર હજુ સુધી પકડાયો નથી. ત્યારબાદ માધુરીની કાતિલ સ્મિત ફેન્સને દીવાના કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો

ટીઝર પર ફેન્સની પ્રતિક્રિયા

ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સના રિએક્શન આવ્યા. એક યુઝરે લખ્યું – “આખરે માધુરી પાછી આવી!” તો બીજા યુઝરે કોમેન્ટ કર્યું – “કિલર સ્માઇલ.” પ્રોડ્યુસર્સે પોસ્ટમાં લખ્યું – “કાતિલાના સ્મિતથી કાતિલની સ્મિત સુધી.” ‘મિસેસ દેશપાંડે’ 19 ડિસેમ્બરથી જિયો હોટસ્ટાર (JioHotstar) પર સ્ટ્રીમ થશે. શોનું દિગ્દર્શન નાગેશ કુકુનૂર એ કર્યું છે અને તેને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને કુકુનૂર મૂવીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by JioHotstar (@jiohotstar)


ટીઝર રિલીઝ પહેલાં માધુરી દીક્ષિત કેનેડા, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, હ્યુસ્ટન, શિકાગો અને બોસ્ટન સહિત 6 શહેરોમાં વર્લ્ડ ટૂર પર હતી. હવે તેઓ ઓટીટી પર નવા અવતારમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More