Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!

Mahavatar Narsimha: અશ્વિન કુમારની એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા' એ 98મા એકેડેમી એવોર્ડ્સની એલિજિબિલિટી લિસ્ટમાં જગ્યા બનાવી, ઝૂટોપિયા 2 અને ડેમન સ્લેયર જેવી ફિલ્મો સામે સ્પર્ધા

by Zalak Parikh
Mahavatar Narsimha Joins Oscars 2026 Race – Competing Against Global Animated Hits

News Continuous Bureau | Mumbai

Mahavatar Narsimha: ભારત અને વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યા બાદ અશ્વિન કુમાર દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ હવે ઓસ્કર 2026ની રેસમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મે ઓફિશિયલી 98મા એકેડેમી એવોર્ડ્સની એલિજિબિલિટી લિસ્ટમાં જગ્યા બનાવી છે અને હવે તે ઝૂટોપિયા 2, ડેમન સ્લેયર અને K-Pop ડેમન હન્ટર્સ જેવી ગ્લોબલ હિટ ફિલ્મો સામે સ્પર્ધા કરશે.

આ સમાચાર પણ વાંચો : Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.

કઈ રીતે થઈ પસંદગી?

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ મુજબ, બેસ્ટ એનિમેટેડ ફીચર માટે ફિલ્મ 40 મિનિટથી વધુ લાંબી હોવી જોઈએ અને 75% રનટાઈમ એનિમેશનનો હોવો જોઈએ. ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્વોલિફાઈંગ થિયેટ્રિકલ રિલીઝ અને 7 દિવસ સુધી સ્ક્રીનિંગ જરૂરી છે. ‘‘મહાવતાર નરસિમ્હા’એ આ તમામ માપદંડો પૂર્ણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pune Times Mirror (@thepunemirror)


 

ઓસ્કર 2026 માટેની લિસ્ટમાં ‘ઝૂટોપિયા 2’, ‘ડેમન સ્લેયર: ઇનફિનિટી કાસલ’, ‘ચેનસો મેન – ધ મૂવી’, ‘દ બેડ ગાયઝ 2’, ‘ડોગ ઓફ ગોડ’ જેવી અનેક ફિલ્મો સામેલ છે.‘મહાવતાર નરસિમ્હા’ મોટી ફ્રેન્ચાઇઝીનો પહેલો ભાગ છે. આગામી ટાઈટલ્સમાં ‘મહાવતાર પરશુરામ’ (2027), ‘મહાવતાર રઘુનંદન’ (2029), ‘મહાવતાર દ્વારકાધીશ’ (2031) અને ‘મહાવતાર કલ્કી’ના બે ભાગ (2035 અને 2037) સામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More