Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ

Priya Ahuja Rajda: તારક મહેતા માં રીટા રિપોર્ટર તરીકે જોવા મળેલી અભિનેત્રી પ્રિયા આહૂજા રાજડા એ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું, 40ની ઉંમરે ફિટનેસમાં કર્યો કમાલ

by Zalak Parikh
Taarak Mehta’s Rita Reporter actress Priya Ahuja RajdaCreates Record: Holds 60kg Weight on Back

News Continuous Bureau | Mumbai

Priya Ahuja Rajda: ટીવીના લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર  એટલે કે પ્રિયા આહૂજા રાજડા ફરી ચર્ચામાં છે. 40 વર્ષની પ્રિયાએ પોતાની પીઠ પર 60 કિલો વજન રાખીને પ્લેન્ક પોઝમાં સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ સાથે પ્રિયાએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો

માતૃત્વ પછી પણ ફિટનેસમાં કમાલ

પ્રિયાએ જણાવ્યું કે તેઓ પોતાના 40મા જન્મદિવસે કંઈક ખાસ કરવાનું ઇચ્છતી હતી. લોકો માનતા હોય છે કે માતા બન્યા પછી અને 40ની ઉંમરે પહોંચ્યા પછી કંઈક અચીવ કરવું મુશ્કેલ છે, પરંતુ પ્રિયાએ આ માન્યતાને ખોટી સાબિત કરી. એક અઠવાડિયામાં તેમણે 20 કિલોથી 60 કિલો સુધી વજન રાખવાની પ્રેક્ટિસ કરી.પ્રિયાનો આગલો લક્ષ્ય 75 કિલો વજન રાખવાનો છે જેથી મહિલા કેટેગરીમાં નવો રેકોર્ડ બનાવી શકે. તેણે કહ્યું કે શરૂઆત મજાકમાં થઈ હતી, પરંતુ હવે આ ફિટનેસ ગોલને લઈને તે ગંભીર બની ગઈ છે.


પ્રિયાએ એક મીડિયા હાઉસ સાથે ની  વાતચીતમાં કહ્યું કે ઉંમર માત્ર એક નંબર છે. જો તમારા માં જુનુન હોય તો કોઈપણ ઉંમરે કંઈપણ હાંસલ કરી શકાય છે. તેણે પોતાની સફળતાનું શ્રેય પોતાના પતિને આપ્યું છે અને જણાવ્યું કે દિવસની શરૂઆત સવારે 4 વાગ્યે થાય છે — ધ્યાન, પ્રાર્થના અને વર્કઆઉટ પછી પરિવારની જવાબદારી નિભાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More