Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ

Dharmendra Funeral: વિલે પાર્લેના પવન હંસ શમશાનમાં ધર્મેન્દ્રનો અંતિમ સંસ્કાર, પરિવાર અને ફિલ્મી જગતના દિગ્ગજોની હાજરી

by Zalak Parikh
Hema Malini and Esha Deol Leave Crematorium After Dharmendra’s Last Rites, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Dharmendra Funeral: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નું 89 વર્ષની ઉંમરે અવસાન થયું. આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ શમશાનમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી. અંતિમ વિદાય માટે ફિલ્મ જગતના અનેક સ્ટાર્સ હાજર રહ્યા.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.

હેમા માલિની અને ઈશાનો વિડિયો વાયરલ

અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની  અને તેમની પુત્રી ઈશા દેઓલ સ્મશાન માંથી બહાર નીકળતા જોવા મળ્યા. કેમેરા સામે હેમાએ હાથ જોડ્યા, જ્યારે ઈશા સફેદ સુટમાં દુપટ્ટાથી ચહેરો ઢાંકી દીધો. બંનેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ સ્ટાર સ્મશાનમાં પહોંચ્યા. સોશિયલ મીડિયા પર હેમા અને ઈશાના વિડિયો જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા અને કોમેન્ટ્સમાં શોક વ્યક્ત કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમકથા પણ ફિલ્મી સ્ટોરી જેવી હતી. અનેક અવરોધો છતાં બંનેએ પોતાના સંબંધને મંજિલ સુધી પહોંચાડ્યો. આજે ધર્મેન્દ્ર પોતાના પાછળ યાદગાર ફિલ્મો અને અનગિનત સ્મૃતિઓ છોડી ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More