Ranveer Singh: રણવીર સિંહની જીભ લપસી, ‘કાંતારા’ની દેવીને ‘ભૂત’ કહીને નકલ કરતા સોશિયલ મીડિયા પર લોકોએ લીધો આડે હાથ

Ranveer Singh: IFFI 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં બોલેલા શબ્દો પર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ફેન્સે વ્યક્ત કર્યો ગુસ્સો

by Zalak Parikh
Ranveer Singh’s statement sparks controversy at IFFI 2025 – Called Kantara’s Chamundi Devi a ‘ghost’

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: ગોવામાં યોજાયેલી IFFI 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં રણવીર સિંહ અને ઋષભ શેટ્ટી સ્ટેજ પર ચર્ચામાં રહ્યા. રણવીરે ‘કાંતારા ચેપ્ટર 1’  ની પ્રશંસા કરી, પરંતુ ક્લાઈમેક્સ સીનની નકલ કરતી વખતે ચામુંડી દેવીને ‘ભૂત’ કહી દીધું, જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો.

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Spoiler: રણવિજયના કાવતરામાં ફસાયો અંગદ, મિહિર પુત્રને બચાવવા માટે હવે કયો મોટો નિર્ણય લેશે?

રણવીરનો વાયરલ વીડિયો અને વિવાદ

વાયરલ વીડિયોમાં રણવીર કહે છે – “જ્યારે ‘ભૂત’ (ચામુંડી દેવી) તારા અંદર આવે છે, એ સીન કમાલનો હતો.” આ શબ્દો સાંભળીને ઘણા યુઝર્સે ગુસ્સો વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું – “દેવીને ભૂત કહેવું ખૂબ અપમાનજનક છે.” બીજા યુઝરે કહ્યું – “રણવીરે પોતાની ભાષા પર ધ્યાન આપવું જોઈએ.”રણવીરે સ્ટેજ પર સીનની નકલ કરી, જેના પર ઋષભ શેટ્ટી હસ્યા. બાદમાં રણવીરે મજાકમાં કહ્યું કે શું લોકો તેમને ‘કાંતારા 3’માં જોવા માંગે છે?

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


‘કાંતારા ચેપ્ટર 1’ 2025ની સૌથી મોટી હિટ રહી, જેણે વિશ્વભરમાં  851.93 કરોડ કમાયા. બીજી તરફ રણવીર હવે ‘ધુરંધર’ માં એક્શન અવતારમાં જોવા મળશે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More