Aryan Khan: આર્યન ખાનનો બેંગ્લોરનો વીડિયો વાયરલ, ચાહકો પ્રત્યેના તેના વર્તને વિવાદ સર્જ્યો

Aryan Khan: શાહરૂખ ખાનના પુત્ર અને દિગ્દર્શક આર્યન ખાન હાલમાં એક વિવાદિત વીડિયોને કારણે ચર્ચામાં છે, જેમાં તે બેંગ્લોરના એક પબમાં ચાહકો તરફ 'મિડલ ફિંગર' બતાવતો જોવા મળ્યો હતો.

by Zalak Parikh
Aryan Khan Bangalore video goes viral, his behavior towards fans creates controversy

News Continuous Bureau | Mumbai

Aryan Khan: આર્યન ખાન તેની સિરીઝ ‘બૅડ્સ ઑફ બોલિવૂડ’ પછી ચર્ચામાં છે. આ સિરીઝે ખૂબ ધમાલ મચાવી હતી અને લોકોને ઘણો પ્રેમ મળ્યો હતો. એકવાર ફરીથી આર્યન ખાન ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેણે કંઈક વિવાદાસ્પદ કામ કર્યું છે. આર્યનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તે બેંગ્લોરના એક પબમાં હાજર હતો.લોકોને તેને જોયા અને મોબાઈલ કાઢીને તેનો વીડિયો કવર કરવા લાગ્યા, જેના કારણે ત્યાં ખૂબ હોબાળો થઈ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : TRP 47th Week: ટીઆરપી કિંગ બની અનુપમા: કયા મોટા શોને પછાડીને ફરી મેળવ્યું ‘નંબર વન’નું સ્થાન? જુઓ ૪૭મા વીકનું લિસ્ટ.

શા માટે બતાવી ‘મિડલ ફિંગર’?

આર્યન ખાનના મગજમાં શું આવ્યું તે ખબર નથી, પરંતુ તેણે એકઠા થયેલા ચાહકો તરફ જોઈને પોતાની ‘મિડલ ફિંગર’ બતાવી દીધી. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. અહેવાલો મુજબ, આ વીડિયો ૨૮ નવેમ્બરનો છે જ્યારે આર્યન ખાન બેંગ્લોર માં હતો. રિપોર્ટ્સનો દાવો છે કે આર્યનની આ હરકત જોવા છતાં બેંગ્લોર પોલીસે તેને સંપૂર્ણપણે અવગણી છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે આર્યન વિરુદ્ધ આ અંગે કાર્યવાહી થવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by HIP-HOP MOTOR BUS (@hiphopmotorbus)


આર્યન ખાનની આ હરકત પર લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સેલેબ્રીટી વર્ષોથી આવું કરી રહ્યા છે.” બીજાએ લખ્યું, “તે તેમની સાથે મજાક કરી રહ્યો હતો, તે સ્પષ્ટ છે.” એક અન્ય યુઝરે લખ્યું, “મજાક કરી રહ્યો છે તે.” આ રીતે કેટલાક લોકો આર્યનને સમર્થન આપી રહ્યા છે. અટકળો છે કે આર્યન ખાન પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે બેંગ્લોર ગયો હતો. આ દરમિયાન તેણે અભિનેતા ઝૈદ ખાન અને ધન્યા રામકુમાર સાથે મુલાકાત પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More