Raj Thackeray: રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન… સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

શિયાળુ અધિવેશન ગરમાયું છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્ર દ્વારા રાજ્ય સરકારને સીધું લક્ષ્ય બનાવ્યું છે

by samadhan gothal
aj Thackeray રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન... સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

News Continuous Bureau | Mumbai
Raj Thackeray શિયાળુ અધિવેશન ગરમાયું છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સીધું પત્ર લખીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બાળકોના અપહરણ, યુવતીઓના ગાયબ થવા અને જમીન પચાવી પાડવાના મુદ્દાઓ પર “સશક્ત અને નક્કર કાર્યવાહી ક્યાં છે?” તેવો સણસણતો સવાલ પૂછ્યો છે.

બાળકોના ગુમ થવાના આંકડા પર સવાલ

રાજ ઠાકરેએ પત્રની શરૂઆત જ એક તીવ્ર ચેતવણી સાથે કરી. “મહારાષ્ટ્રમાં નાના બાળકોના ગુમ થવાનું પ્રમાણ ૨૦૨૧ થી ૨૦૨૪ ના સમયગાળામાં ૩૦% જેટલું વધ્યું છે.”તેમણે કહ્યું કે આંતરરાજ્ય ટોળીઓ બાળકોનું અપહરણ કરીને તેમને કામ કરવા, ભીખ માંગવા માટે મજબૂર કરે છે અને “સરકાર બરાબર શું કરી રહી છે, તે સમજાતું નથી!”

કઠોર પ્રશ્નોની હારમાળા

રાજ ઠાકરેએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડાઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને સીધા, ધારદાર પ્રશ્નો પૂછ્યા
અવાસ્તવિક આંકડા: “જે આંકડા ફરિયાદો પર આધારિત છે, શું તે ફરિયાદો તમામ વાલીઓ તરફથી પોલીસ સુધી પહોંચે છે? જો હજારો કેસ પોલીસ સુધી પહોંચતા જ ન હોય તો?”
સુરક્ષા વ્યવસ્થા: “બાળકોનું અપહરણ કરનારી ટોળી સક્રિય કેવી રીતે થાય છે?”
પોલીસની ભૂમિકા: “સ્ટેશન-બસ સ્ટેશનો પર ભીખ માંગતા બાળકો કોના છે? તેમની સાથેના લોકો ખરેખર વાલીઓ જ છે કે કેમ?”
DNA ટેસ્ટની માંગ: “સરકારને DNA ટેસ્ટનો આદેશ આપવો જોઈએ તેવું લાગતું નથી?”

આ સમાચાર પણ વાંચો: Leopard: નાશિકમાં ભયનો માહોલ દીપડાના ડરથી શાળાના સમયપત્રકમાં ફેરફાર!

વિધાનસભા અધિવેશન પર ટીકા

રાજ ઠાકરેએ શિયાળુ અધિવેશન પર પણ સીધી ટીકા કરી. “શું અધિવેશન માત્ર ભૂલથી રહી ગયેલા બજેટ પર ‘થીગડું’ મારવા માટેની પૂરક માગણીઓ મંજૂર કરવાની સગવડ બની ગઈ છે?” “મંત્રીઓ જવાબ આપવા માટે સભાગૃહમાં હાજર હોતા નથી, તો પછી બાળકો-યુવતીઓની સુરક્ષા પર ચર્ચા કઈ રીતે થશે?”તેમણે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા અને પત્રના અંતે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ અપેક્ષા વ્યક્ત કરી. “વંદે માતરમ પર જોશથી બોલતી કેન્દ્ર સરકારને માતાઓની ચીસો સંભળાય છે તેવું લાગતું નથી.” “ચર્ચા નહીં, પણ નક્કર કાર્યવાહી કરો. મહારાષ્ટ્રના બાળકો સુરક્ષિત રહે, તે માટે રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક પહેલ કરવી જોઈએ.”રાજ ઠાકરેના આ પત્રના કારણે શિયાળુ અધિવેશનમાં રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓ અને સંઘર્ષોને વેગ મળવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

You may also like