News Continuous Bureau | Mumbai
Vijay Diwas 2025 ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આજના દિવસે (૧૬ ડિસેમ્બર ૧૯૭૧) ભારતીય સેનાએ એક ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ યુદ્ધ ૧૩ દિવસ સુધી ચાલ્યું હતું અને અંતે પાકિસ્તાની સૈનિકોના શરણાગતિ સાથે સમાપ્ત થયું. આ યુદ્ધની સમાપ્તિ સાથે જ બાંગ્લાદેશને પણ આઝાદી મળી હતી. ભારતીય સૈનિકોની વીરતા સામે પાકિસ્તાને ઘૂંટણ ટેકવી દીધા હતા અને આશરે ૯૩ હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર લખ્યું “વિજય દિવસના અવસર પર હું ભારત માતાના વીર સપૂતોને સાદર નમન કરું છું. તેમનું સાહસ, પરાક્રમ અને માતૃભૂમિ પ્રત્યેની અનન્ય નિષ્ઠાએ રાષ્ટ્રને હંમેશા ગૌરવ અપાવ્યું છે.” તેમણે ભારતીય સેનાની ‘સ્વદેશીકરણથી સશક્તિકરણ’ ની પહેલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માં સેનાએ આત્મનિર્ભરતા, વ્યૂહાત્મક દ્રઢતા અને આધુનિક યુદ્ધ શૈલીના પ્રભાવી ઉપયોગનો પરિચય આપ્યો છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત છે.
On Vijay Diwas, we remember the brave soldiers whose courage and sacrifice ensured India had a historic victory in 1971. Their steadfast resolve and selfless service protected our nation and etched a moment of pride in our history. This day stands as a salute to their valour and…
— Narendra Modi (@narendramodi) December 16, 2025
આ સમાચાર પણ વાંચો: Vrindavan: પગાર વિવાદમાં બાંકે બિહારી મંદિરમાં અનર્થ, ઠાકુરજીને ભોગ અર્પણ ન થતાં ભક્તોમાં આક્રોશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર લખેલા પોતાના સંદેશમાં કહ્યું, “વિજય દિવસના અવસરે અમે તે બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ, જેમનું સાહસ અને બલિદાને ૧૯૭૧ માં ભારતને ઐતિહાસિક જીત અપાવી. તેમના પાકા ઇરાદા અને નિઃસ્વાર્થ સેવાયે આપણા દેશની રક્ષા કરી અને આપણા ઇતિહાસમાં ગૌરવની એક ક્ષણ નોંધી.”તેમણે કહ્યું કે તેમની બહાદુરીને સલામ છે. આ દિવસ તેમની અજોડ ભાવનાની યાદ અપાવે છે અને તેમની વીરતા દેશની પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.
ગૃહ મંત્રી અમિત શાહનું નમન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર વીર સૈનિકો અને શહીદોને નમન કરતા લખ્યું, “વર્ષ ૧૯૭૧ માં આજ જ દિવસે સુરક્ષા દળોએ અદમ્ય સાહસ અને સચોટ રણનીતિના બળ પર પાકિસ્તાની સેનાને હરાવીને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.”તેમણે કહ્યું કે આ વિજયે અન્યાય અને અત્યાચાર સામે ઢાલ બનીને, વિશ્વભરમાં માનવતાની રક્ષાનું આદર્શ ઉદાહરણ રજૂ કર્યું.