CJI Surya Kant: પ્રદૂષણ પર ગરીબ-શ્રીમંતનો ભેદ CJI સૂર્ય કાંતે કહ્યું – પ્રદૂષણ ફેલાવનારાઓ અને ભોગવનારાઓ અલગ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત (CJI Surya Kant) એ પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી દરમિયાન એક મહત્ત્વની ટિપ્પણી કરી. તેમણે કહ્યું, "મહાનગરોમાં રહેતા શ્રીમંત લોકો તેમની આદતો બદલતા નથી. તેમના કારણે પ્રદૂષણ ફેલાય છે, પરંતુ તેના પરિણામો ગરીબોએ ભોગવવા પડે છે." આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે

by samadhan gothal
CJI Surya Kant પ્રદૂષણ પર ગરીબ-શ્રીમંતનો ભેદ CJI સૂર્ય કાંતે કહ્યું - પ્રદૂષણ ફેલાવનારાઓ

News Continuous Bureau | Mumbai
‘મહાનગરોમાં રહેતા શ્રીમંત લોકો તેમની આદતો બદલતા નથી. તેમના કારણે પ્રદૂષણ ફેલાય છે, પરંતુ તેના પરિણામો ગરીબોએ ભોગવવા પડે છે,’ તેવી ટિપ્પણી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત (CJI Surya Kant) એ પ્રદૂષણના મુદ્દા પરની સુનાવણી દરમિયાન કરી. આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે.

ન્યાયાલયના આદેશોનું પાલન થતું નથી

ન્યાયમિત્ર એ ખંડપીઠને જણાવ્યું કે જ્યાં સુધી ન્યાયાલય સ્પષ્ટ આદેશો આપતું નથી, ત્યાં સુધી રાજ્ય સરકારો અસરકારક પગલાં લેતી નથી.પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પગલાં તો છે; પરંતુ તેનું પાલન થતું નથી.દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ વધ્યું હોવાથી ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમતોનું આયોજન ન કરવું જોઈએ, તેવું કોર્ટ દ્વારા જણાવાયું હતું. તેમ છતાં અનેક સ્થળોએ રમતગમત અને સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે.આદેશોમાંથી છટકવા માટે રાજ્ય સરકારો વિવિધ માર્ગો અપનાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ

જીવનશૈલી ન બદલવાથી ગરીબો પર અસર

જ્યારે ન્યાયમિત્રએ કોર્ટના અગાઉના આદેશોનો હવાલો આપ્યો, ત્યારે મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો કે “ફક્ત જેનું પાલન થઈ શકે તેવા જ આદેશો આપવામાં આવશે.” તેમણે નોંધ્યું કે “કેટલાક આદેશો એવા હોય છે જેને બળજબરીથી લાગુ કરવા પડે છે,” જોકે, તેમણે સ્વીકાર્યું કે “મહાનગરોના લોકોની પોતાની જીવનશૈલી હોય છે. આ જીવનશૈલી બદલવી સરળ નથી.” જોકે, તેમણે ગંભીરતાપૂર્વક નોંધ્યું હતું કે તેમની આ જીવનશૈલીની ખરાબ અસર ગરીબ વર્ગ અને શ્રમજીવી વર્ગને સહન કરવી પડે છે.

Join Our WhatsApp Community

You may also like