News Continuous Bureau | Mumbai
Donald Trump રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની અમેરિકી સરકારે ટ્રાવેલ અને ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવતા ટ્રાવેલ બેન (Travel Ban) નો વ્યાપ વધાર્યો છે. હવે વધુ પાંચ દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઘણા દેશો પર આંશિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તાજેતરમાં થેંક્સગિવિંગ વીકએન્ડ દરમિયાન બે નેશનલ ગાર્ડ જવાનો પર થયેલા ગોળીબારના કેસમાં એક અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અમેરિકી સરકારે એન્ટ્રી સ્ટાન્ડર્ડ્સને વધુ કડક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
કયા નવા દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો?
ટ્રમ્પ વહીવટીતંત્રે ટ્રાવેલ બેન લિસ્ટનો વિસ્તાર કર્યો છે. નવી જાહેરાત મુજબ નીચેના દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે:
નવા દેશો: બુર્કિના ફાસો, માલી, નાઇજર, સાઉથ સુદાન અને સીરિયા.
પેલેસ્ટાઈન: પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા ટ્રાવેલ ડોક્યુમેન્ટ ધરાવતા લોકો પર પણ સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.
અગાઉ જૂન મહિનામાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ઈરાન, સોમાલિયા અને સુદાન સહિત ૧૨ દેશો પર પહેલાથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
15 દેશો પર આંશિક પ્રતિબંધ
સંપૂર્ણ પ્રતિબંધ ઉપરાંત, અમેરિકાએ ૧૫ અન્ય દેશોને આંશિક પ્રતિબંધ (Partial Restrictions) ની યાદીમાં સામેલ કર્યા છે. આ દેશોના નાગરિકોએ અમેરિકા આવવા માટે અત્યંત કડક શરતોનું પાલન કરવું પડશે.આ યાદીમાં અંગોલા, એન્ટિગુઆ અને બાર્બુડા, બેનિન, કોટ ડી આઇવર, ડોમિનિકા, ગેબોન, ગામ્બિયા, માલાવી, મોરિટાનિયા, નાઇજીરિયા, સેનેગલ, તાંઝાનિયા, ટોંગા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે.જેવા દેશો સામેલછે. જૂન મહિનાની જાહેરાત મુજબ અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમન પર પહેલાથી જ પ્રતિબંધ હતો. જ્યારે ક્યુબા, વિયેતનામ અને વેનેઝુએલા જેવા દેશો આંશિક પ્રતિબંધો હેઠળ હતા.
Join Our WhatsApp Community