Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને નિશાન બનાવીને બોમ્બની ધમકી આપવામાં આવી છે. એકસાથે સાત શાળાઓને ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

by samadhan gothal
Ahmedabad school bomb threat અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને

News Continuous Bureau | Mumbai

Ahmedabad school bomb threat અમદાવાદની જાણીતી સાત શાળાઓ અને કલોલની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શાળાઓને ઈ-મેલ દ્વારા બપોરે 1:30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે પોલીસે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

કઈ શાળાઓને મળી ધમકી?

અમદાવાદની પ્રમુખ શાળાઓને ઈ-મેલ દ્વારા ધમકી મળી છે, જેમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે:
અમદાવાદની શાળાઓ: ઝેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, મહારાજા અગ્રસેન સ્કૂલ, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, સીબીએસઈ ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, નિર્માણ સ્કૂલ અને જેમ્સ એન્ડ જેનેસિસ.
કલોલ: કલોલની આવિષ્કાર સ્કૂલને પણ આવો જ ધમકીભર્યો મેલ મળ્યો છે.

શાળાઓમાં તાત્કાલિક રજા, સર્ચ ઓપરેશન ચાલુ

ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ કંટ્રોલ રૂમ એલર્ટ થઈ ગયો હતો અને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક શાળાઓમાં પહોંચી તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને વાલીઓને બોલાવી બાળકોને ઘરે મોકલી દીધા છે. વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ પાસે ફાયર ફાઈટરની 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. શાળાની 50 મીટરની ત્રિજ્યામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.

સાયબર ક્રાઈમ અને SOG તપાસમાં જોડાઈ

આ ધમકીભર્યો મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સાયબર ક્રાઈમની ટીમ મેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરી રહી છે.શહેરની અન્ય શાળાઓમાં પણ તકેદારી રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like