News Continuous Bureau | Mumbai
Western Railway પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી નું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.
*આ OTP-આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી 24 ડિસેમ્બર, 2025 થી નીચેની 3 ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે:*
1. ટ્રેન નં. 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર અરવલી એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19483 અમદાવાદ-સહરસા એક્સપ્રેસ
3. ટ્રેન નં. 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ
*અમદાવાદ ડિવિઝન પર OTP-આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ નીચેની ટ્રેનોમાં પહેલાથી લાગુ છે.*
1. ટ્રેન નં. 19223 સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19316/19315 અસારવા-ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 12297 અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ
6. ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
7. ટ્રેન સંખ્યા 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
8. ટ્રેન સંખ્યા 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી
આ સમાચાર પણ વાંચો : ISRO, LVM3-M6 Mission Success: ઈસરોના ‘બાહુબલી’ રોકેટે રચ્યો ઈતિહાસ: દુનિયાનો સૌથી મોટો કોમર્શિયલ સેટેલાઈટ કર્યો લોન્ચ; હવે સ્પેસમાંથી સીધું સ્માર્ટફોન પર મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ.
નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલ્વે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ બદલાવ અંગે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવે છે.