TRP Report: ટીવી TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડી આ શો બન્યો નંબર વન; ‘યે રિશ્તા…’ ની હાલત હજુ પણ ખરાબ

TRP Report: ૨.૦ રેટિંગ સાથે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' એ મેળવ્યો તાજ; ટોપ ૧૦માં નવા શોની એન્ટ્રીથી જૂની સીરિયલોના રેટિંગ ગગડ્યા

by Zalak Parikh
TRP Report: 'Anupamaa' loses top spot to 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi'; 'Yeh Rishta Kya Kehlata Hai' fails to enter Top 5

News Continuous Bureau | Mumbai

TRP Report: ટીવી સીરિયલ્સની દુનિયામાં  દર અઠવાડિયે જાહેર થતો ટીઆરપી રિપોર્ટ આ વખતે આશ્ચર્યજનક રહ્યો છે. ઘણા સમયથી નંબર ૧ ના સ્થાન માટે લડતી રૂપાલી ગાંગુલીની સીરિયલ ‘અનુપમા’ આ વખતે બીજા સ્થાને ધકેલાઈ ગઈ છે. બીજી તરફ, સ્મૃતિ ઈરાનીના શોમાં આવેલા ૬ વર્ષના લીપને કારણે દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યો છે અને તે નંબર વન બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Rajani Ganguly: ૭૦ વર્ષની ઉંમરે રૂપાલી ગાંગુલીની માતાનો ધમાકેદાર ડાન્સ: ‘ધુરંધર’ ના ગીત પર એવા ઠુમકા લગાવ્યા કે રણવીર સિંહ પણ થયો ફિદા

ટોપ ૫ માં કોણ છે?

૧. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી: ૨.૦ રેટિંગ સાથે પ્રથમ સ્થાન. તુલસી અને મિહિરના અલગ થવાની વાર્તાએ દર્શકોને જકડી રાખ્યા છે. ૨. અનુપમા: ૨.૦ રેટિંગ સાથે બીજા સ્થાને. ગયા અઠવાડિયે બિગ બોસ ૧૯ સામે હાર્યા બાદ આ વખતે પણ શો બીજા નંબરે રહ્યો છે. ૩. તુમ સે તુમ તક: ૧.૯ રેટિંગ સાથે ત્રીજું સ્થાન. શરદ કેલકરનો આ નવો શો સતત પ્રભાવિત કરી રહ્યો છે. ૪. વસુધા: ૧.૯ રેટિંગ સાથે ચોથું સ્થાન. ગયા અઠવાડિયે ૯મા નંબરે રહેલો આ શો સીધો ટોપ ૫ માં આવી ગયો છે. ૫. ગંગા માઈ કી બેટિયાં: ૧.૮ રેટિંગ સાથે પાંચમું સ્થાન.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


 ૬. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: ૧.૮ રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને. ૭. ઉડને કી આશા – સપનો કા સફર: ૧.૮ રેટિંગ સાથે સાતમું સ્થાન. ૮. યે રિશ્તા ક્યા કહલાતા હૈ: ૧.૭ રેટિંગ સાથે આઠમું સ્થાન. રેટિંગમાં થોડો સુધારો થયો હોવા છતાં આ શો હજુ ટોપ ૫ માં જગ્યા બનાવી શક્યો નથી. ૯. ઉડને કી આશા (બીજો સ્લોટ): ૧.૬ રેટિંગ સાથે નવમું સ્થાન. ૧૦. લાફ્ટર શેફ્સ: ૧.૬ રેટિંગ સાથે દસમા સ્થાને. ગયા અઠવાડિયે ચોથા નંબરે રહેલો આ શો સીધો દસમા સ્થાને પછડાયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More