News Continuous Bureau | Mumbai
Almora Bus Accident દેવભૂમિ ઉત્તરાખંડના પહાડી રસ્તાઓ પર ફરી એકવાર લોહી વહ્યું છે. અલ્મોડા જિલ્લાના ભિકિયાસૈણ વિસ્તારમાં મંગળવારે સવારે એક પ્રાઈવેટ બસ ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અલ્મોડાના SSP દેવેન્દ્ર પિંચાએ પુષ્ટિ કરી છે કે રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૭ મુસાફરોના કરુણ મોત થયા હોવાનું મનાય છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
उत्तराखंड | अल्मोड़ा जिले के भिकियासैंण के पास यात्रियों से भरी एक बस गहरी खाई में गिर गई, कई लोगों के हताहत होने की आशंका है।
अल्मोड़ा के SSP देवेंद्र पिंचा ने कहा, “बचाव टीमों को मौके पर भेज दिया गया है। कुछ लोगों की मौत की खबरें हैं।”
अधिक जानकारी की प्रतीक्षा है।
— ANI_HindiNews (@AHindinews) December 30, 2025
બચાવ કામગીરી અને હોસ્પિટલ અપડેટ
દુર્ઘટના બાદ સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ખીણ ખૂબ જ ઊંડી હોવાને કારણે ઘાયલોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. જે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક ભિકિયાસૈણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાથમિક જાણકારી મુજબ, બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હતા અને વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો. તીવ્ર ઢોળાવ અને સાંકડા રસ્તાને કારણે બસ સીધી ખીણમાં ખાબકી હતી. SDRF ની ટીમ ઊંડી ખીણમાં ઉતરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી રહી છે.
આ સમાચાર પણ વાંચો : India Pakistan: ભારત-પાક વચ્ચે ‘હેન્ડશેક’ વિવાદ વકર્યો: મોહસીન નકવીનો પલટવાર- ‘જો ભારતીયોને રસ નથી, તો અમને પણ હાથ મિલાવવામાં રસ નથી’.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ દુર્ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને મુસાફરોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.