Hrithik Roshan Fitness Secret: ૫૧ની ઉંમરે પણ હૃતિક રોશન કેવી રીતે દેખાય છે આટલો યંગ? અભિનેતાએ પોતે જ શેર કર્યો પોતાનો ‘સીક્રેટ’ ડાયટ પ્લાન

Hrithik Roshan Fitness Secret: "ઓછું ખાઓ, વધુ પ્રેમ કરો": હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર હેલ્ધી પ્લેટની તસવીરો શેર કરી ફિટનેસનું રહસ્ય ખોલ્યું; પ્લેટમાં બ્રોકોલી, સ્પ્રાઉટ્સ અને ફ્રૂટ્સનો દબદબો

by Zalak Parikh
Hrithik Roshan Fitness Secret: Actor shares his strict diet plan with fans; gives a glimpse of his healthy meals.

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan Fitness Secret: બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન તેની શાનદાર ડાન્સિંગ સ્કિલ્સ, લુક્સ અને એક્ટિંગ માટે તો જાણીતો છે જ, પરંતુ તેની ફિટનેસ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. 51વર્ષની ઉંમરે પણ યુવાનોને ટક્કર આપે તેવી બોડી જાળવી રાખવા માટે હૃતિક ખૂબ જ કડક ડાયટ ફોલો કરે છે. તાજેતરમાં જ હૃતિકે સોશિયલ મીડિયા પર પોતાની ખાવાની પ્લેટની તસવીરો શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે અને ફિટ રહેવા માટેની કેટલીક મહત્વની ટીપ્સ પણ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Border 2 Video Song: જેસલમેર બોર્ડર પર જવાનોની હાજરીમાં લોન્ચ થયું ‘ઘર કબ આઓગે’.ઓડિયો બાદ હવે બોર્ડર 2 ના ગીત નો વિડીયો થયો રિલીઝ

હૃતિકની પ્લેટમાં શું હોય છે? ફેટ ફ્રી ખોરાક પર ભાર

હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે સાબિત થાય છે કે તે પેટ ભરે તેવું પણ ફેટ  ન વધારે તેવું ભોજન લેવાનું પસંદ કરે છે. તેની પહેલી તસવીરમાં પ્લેટમાં બ્રોકોલી, ફણગાવેલા કઠોળ એટલે કે સ્પ્રાઉટ્સ , ગાજર અને ટામેટાં જેવી વસ્તુઓ જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં બીટ અને કેળા જેવા ફળો દેખાઈ રહ્યા છે. હૃતિકે કેપ્શનમાં લખ્યું છે કે, “ઓછું ખાઓ, વધુ પ્રેમ કરો” (Eat less, Love more). તેણે એ પણ સલાહ આપી છે કે હંમેશા તમારી ખાવાની પ્લેટને મોટી બતાવો.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)


હૃતિકના મતે, માત્ર કસરત કરવાથી ફિટનેસ નથી આવતી, પણ તમે શું ખાઓ છો તેના પર 70 ટકા પરિણામ નિર્ભર હોય છે. તે ખાંડ અને વધુ પડતા તેલવાળા ખોરાકથી દૂર રહે છે. હૃતિક તેની ફિટનેસ પ્રત્યે એટલો જાગૃત છે કે શૂટિંગ દરમિયાન પણ તે પોતાનું ઘરનું બનાવેલું પૌષ્ટિક ભોજન લેવાનું ક્યારેય ચૂકતો નથી. આ ડાયટ પ્લાન સોશિયલ મીડિયા પર વાયરલ  થયો છે અને તેના ફેન્સ પણ આ હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુસરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More