The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો

The Raja Saab Cast Fees: 400 કરોડના બજેટમાં બનેલી ‘રાજા સાબ’ આજે રિલીઝ; પ્રભાસે લીધા 100 કરોડ, સંજય દત્ત અને નિધિ અગ્રવાલને મળી આટલી રકમ

by Zalak Parikh
The Raja Saab Cast Fees: Prabhas takes massive remuneration of Rs 100 Crore

News Continuous Bureau | Mumbai

The Raja Saab Cast Fees: ગ્લોબલ સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાજા સાબ’ આજે મોટા પડદા પર રિલીઝ થઈ છે અને તેના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની અપેક્ષા છે. આ ફિલ્મમાં પ્રભાસના ડેશિંગ લુકની સાથે તેના બજેટ અને કલાકારોના પગાર ની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Toxic Teaser Out: યશની ‘રાયા’ તરીકે ગર્જના! ‘ટોક્સિક’ ના ટીઝરમાં જોવા મળ્યો રોકી ભાઈનો નવો અને ખતરનાક અંદાજ

પ્રભાસની ફી જાણી ને હૃદયના ધબકારા વધી જશે

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રભાસે આ એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જોકે, પ્રભાસની અગાઉની ફી કરતા આ ઓછી છે, કારણ કે તેણે ફિલ્મના હાઈ VFX અને અન્ય ખર્ચને સંતુલિત કરવા માટે 33% નો ઘટાડો કર્યો હોવાનું મનાય છે. તેમ છતાં, બાકીની સ્ટારકાસ્ટ કરતા તેની ફી અનેકગણી વધારે છે.બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્ત આ ફિલ્મમાં એક વિશિષ્ટ નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. તેમણે આ પાત્ર માટે 5 થી 6 કરોડ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે. જ્યારે મિથુન ચક્રવર્તીના જૂના મિત્ર અને દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરને 1 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)


ફિલ્મ ‘રાજા સાબ’ માટે માત્ર પ્રભાસની ફી જ નહીં, પરંતુ ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓની ફીના આંકડા પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ મોટા બજેટની ફિલ્મ માટે માલવિકા મોહનનને અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું મનાય છે. બીજી તરફ, નિધિ અગ્રવાલે આ પ્રોજેક્ટ માટે 1.2 થી 1.5 કરોડ રૂપિયાની ફી વસૂલી છે, જ્યારે રિદ્ધિ કુમારને આશરે 1 થી 2 કરોડ રૂપિયાની આસપાસ માનદ વેતન મળ્યું હોવાના અહેવાલો છે. પ્રભાસની સરખામણીએ અભિનેત્રીઓની ફી ઓછી હોવા છતાં, સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ મુજબ આ એક પ્રભાવશાળી આંકડો ગણાય છે.મેકર્સે આ હોરર-કોમેડી ફિલ્મને ભવ્ય બનાવવા માટે આશરે 400 કરોડ રૂપિયા નો ખર્ચ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More