News Continuous Bureau | Mumbai
Golden Globe Awards 2026 Golden Globe Awards 2026: હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન ગણાતા ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026’ ના વિજેતાઓના નામ જાહેર થઈ ગયા છે. લોસ એન્જલસના બેવર્લી હિલ્ટન હોટલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે 16 વર્ષીય અભિનેતા ઓવન કૂપરે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ઓવન કૂપરનો ઐતિહાસિક વિજય અને ટેયાના ટેલરની સિદ્ધિ
સીરીઝ ‘એડોલેસન્સ’ (Adolescence) માટે 16 વર્ષના ઓવન કૂપરને બેસ્ટ મેલ એક્ટર (ટીવી ડ્રામા) નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ જીતનાર તે સૌથી યુવા કલાકારોમાંનો એક બની ગયો છે. બીજી તરફ, ટેયાના ટેલરે ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ માટે બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે. આ તેમનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે. જીન સ્માર્ટે ‘હેક્સ’ માટે કારકિર્દીનો ત્રીજો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: તુલસી-મિહિરનો જાદુ આજે પણ અકબંધ! 2000 એપિસોડની સફર પૂરી થતા એકતા કપૂર થઈ ગઈ ઈમોશનલ
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026 વિજેતાઓની યાદી
બેસ્ટ ડિરેક્ટર: પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અનધર)
બેસ્ટ ફિમેલ સપોર્ટિંગ એક્ટ્રેસ: ટેયાના ટેલર (વન બેટલ આફ્ટર અનધર)
બેસ્ટ મેલ સપોર્ટિંગ એક્ટર: સ્ટેલન સ્કાર્સગાર્ડ (સેન્ટિમેન્ટલ વેલ્યુ)
બેસ્ટ મેલ એક્ટર (ટીવી ડ્રામા): ઓવન કૂપર (એડોલેસન્સ)
બેસ્ટ ફીમેલ એક્ટર (મ્યુઝિકલ/કોમેડી): જીન સ્માર્ટ (હેક્સ)
બેસ્ટ એનિમેટેડ ફિલ્મ: કે-પૉપ ડેમન હંટર્સ
બેસ્ટ સિનેમેટિક અને બોક્સ ઓફિસ અચીવમેન્ટ: સિનર્સ (Sinners)
બેસ્ટ સ્ક્રીનપ્લે: પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અનધર)
મ્યુઝિક કેટેગરીમાં ‘લુડવિગ ગોરાન્સન’ ને ફિલ્મ ‘સિનર્સ’ માટે બેસ્ટ સ્કોરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ‘કે-પૉપ ડેમન હંટર્સ’ ને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છે. એમી પોહલરને બેસ્ટ પોડકાસ્ટ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ટેલિવિઝન લિમિટેડ સીરીઝ કેટેગરીમાં ‘ડાઈંગ ફોર સેક્સ!’ એ બાજી મારી છે. સ્ટીફન ગ્રેહામે પણ ‘એડોલેસન્સ’ માટે બેસ્ટ પરફોર્મન્સ મેલ (લિમિટેડ સીરીઝ) નો એવોર્ડ જીત્યો છે.