Shefali Jariwala Black Magic Row: શેફાલી જરીવાલા પર કાળું જાદુ થયું હોવાનો પતિ પરાગ ત્યાગીનો દાવો; જાણો આ સનસનીખેજ ખુલાસા પાછળનું સત્ય

Shefali Jariwala Black Magic Row: ‘કાંટા લગા ગર્લ’ ના મોત બાદ પરાગ ત્યાગીનો ચોંકાવનારો ખુલાસો; એકવાર નહીં પણ બે વાર શેફાલી પર મેલી વિદ્યા થઈ હોવાનો આરોપ, જાણો શું કહ્યું પરાગ ત્યાગીએ.

by Zalak Parikh
Parag Tyagi shocking claim on Shefali Jariwala death

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Black Magic Row: બિગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાનું ગત 27 જૂને હાર્ટ એટેક  ને કારણે નિધન થયું હતું. આ આઘાતમાંથી તેમનો પરિવાર હજુ બહાર આવી શક્યો નથી. દરમિયાન, તેમના પતિ પરાગ ત્યાગીએ તાજેતરમાં એક  પોડકાસ્ટમાં એક એવો દાવો કર્યો છે જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પરાગે દાવો કર્યો છે કે શેફાલી પર કોઈએ કાળું જાદુ કર્યું હતું અને તેને આ વાતનો અહેસાસ વારંવાર થતો હતો.પરાગ ત્યાગીએ પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું કે, “જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે. ઘણા લોકો પોતાની તકલીફથી એટલા દુઃખી નથી હોતા જેટલા બીજાના સુખને જોઈને થાય છે.” તેણે આરોપ લગાવ્યો કે શેફાલી પર એકવાર નહીં પણ બે વખત આવી વસ્તુઓ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ

પરાગને કેવી રીતે થયો અહેસાસ?

પરાગે જણાવ્યું કે જ્યારે તે પૂજામાં બેસતો ત્યારે તેને કંઈક અજુગતું થતું હોવાનો અહેસાસ થતો હતો. તેણે કહ્યું, “શેફાલી એક ખુશમિજાજ છોકરી હતી, પણ મને તેને અડીને સમજાઈ જતું હતું કે કંઈક ગરબડ છે. આ વખતે વસ્તુઓ ઘણી હેવી હતી. મને ખબર છે કે કોણે કર્યું છે, પણ હું નામ આપી શકું તેમ નથી. મેં તેના માટે પૂજા પણ કરાવી હતી, પણ કદાચ આ વખતે એ નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ હતી.” જોકે મેડિકલ રિપોર્ટ મુજબ શેફાલીનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું, પરંતુ પરાગના આ દાવાએ ફેન્સમાં મૂંઝવણ ઉભી કરી છે.


શેફાલી જરીવાલાએ પોતાના કરિયરની શરૂઆત સુપરહિટ મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’ થી કરી હતી, જેનાથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તે ‘નચ બલિયે’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. પરાગ અને શેફાલીની જોડી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. શેફાલીના આકસ્મિક નિધને તેના ચાહકોને ઊંડા આઘાતમાં મૂકી દીધા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More