News Continuous Bureau | Mumbai
Reliance Jio IPO Launch: ભારતીય શેરબજારમાં વર્ષ 2026 મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નામે રહેવાનું છે. રિલાયન્સના ડિજિટલ અને ટેલિકોમ આર્મ ‘જિયો પ્લેટફોર્મ્સ’ ના આઈપીઓ માટેની તૈયારીઓ તેજ બની ગઈ છે. બજારના નિષ્ણાતો આ આઈપીઓને ‘મધર ઓફ ઓલ આઈપીઓ’ ગણાવી રહ્યા છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો જૂન 2026 સુધીમાં જિયોના શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિયો પ્લેટફોર્મ્સ તેના આઈપીઓ માટે મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સેક્સ જેવા દિગ્ગજ બેન્કર્સની પસંદગી કરી ચૂકી છે. આ લિસ્ટિંગ સાથે કંપનીનું વેલ્યુએશન 133 થી 182 અબજ ડોલરની વચ્ચે રહેવાની ધારણા છે. કંપની હાલમાં સેબી (SEBI) ના નિયમો મુજબ 2.5% હિસ્સો જાહેર જનતા માટે વેચવા માટે નાણામંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે.
માત્ર 2.5% હિસ્સાનું વેચાણ છતાં 40,000 કરોડનો આઈપીઓ
મુકેશ અંબાણી આ કંપનીમાં માત્ર 2.5 ટકા હિસ્સો જ આઈપીઓ દ્વારા વેચવાની યોજના બનાવી રહ્યા છે. તેમ છતાં, કંપનીના વિશાળ વેલ્યુએશનને કારણે આ આઈપીઓનું કદ આશરે 40,000 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જો કંપની 182 અબજ ડોલરનું વેલ્યુએશન મેળવે છે, તો તે લિસ્ટિંગ સાથે જ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ટોચના સ્થાને પહોંચી જશે.
મેટા (Meta) અને ગૂગલ (Google) પોતાનો હિસ્સો જાળવી રાખશે
વર્ષ 2020 માં, જિયો પ્લેટફોર્મ્સમાં 13 વૈશ્વિક રોકાણકારોએ 1.5 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. આ આગામી આઈપીઓમાં KKR, સિલ્વર લેક અને વિસ્ટા પાર્ટનર્સ જેવા ખાનગી ઇક્વિટી રોકાણકારો પોતાનો હિસ્સો ઘટાડી શકે છે. જોકે, ગૂગલ (7.75%) અને મેટા (9.99%) જેવા વ્યૂહાત્મક ભાગીદારો તેમનો હિસ્સો જાળવી રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ રોકાણકારો જિયો સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સર્વિસમાં લાંબા ગાળાના સહયોગ માટે જોડાયેલા છે.
આ સમાચાર પણ વાંચો : Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
રેગ્યુલેટરી મંજૂરી અને માર્કેટ એનાલિસ્ટ્સના અભિપ્રાય
રિલાયન્સ જિયો ઇન્ફોકોમના વ્યૂહરચના વડા એ તાજેતરમાં જણાવ્યું હતું કે આઈપીઓ પર આંતરિક કામગીરી ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય રેગ્યુલેટરી સ્પષ્ટતા મળ્યા બાદ જ લેવામાં આવશે. જેફરીઝ જેવી બ્રોકરેજ ફર્મે જિયોનું એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન 180 અબજ ડોલર અંદાજ્યું છે, જ્યારે મોતીલાલ ઓસ્વાલે તેને 148 અબજ ડોલર પર મૂક્યું છે.