News Continuous Bureau | Mumbai
Banana Hair Mask for Silky Hair: મધ્યમ વર્ગના લોકો માટે દર મહિને હેર સ્પા પાછળ હજારો રૂપિયા ખર્ચવા શક્ય નથી હોતા. જો તમે પણ ફ્રિઝી (ઉડતા) અને નબળા વાળથી પરેશાન છો, તો રસોડામાં પડેલા પાકેલા કેળા તમારા માટે જાદુઈ સાબિત થઈ શકે છે. આયુર્વેદિક ડો ના જણાવ્યા મુજબ, કોઈ પણ મોંઘા કેમિકલ વગર માત્ર 3 સ્ટેપમાં તમે પાર્લર જેવું રિઝલ્ટ મેળવી શકો છો.કેળામાં પોટેશિયમ, નેચરલ ઓઈલ અને વિટામિન્સ હોય છે જે વાળની લવચીકતા વધારે છે અને તેને તૂટતા અટકાવે છે. ચાલો જાણીએ આ સરળ રીત:
સ્ટેપ 1: કોકોનટ ઓઈલ મસાજ
સૌથી પહેલા વાળમાં નાળિયેર તેલથી હળવા હાથે માલિશ કરો. નાળિયેર તેલમાં લૌરિક એસિડ હોય છે, જે વાળના મૂળ સુધી જઈને પ્રોટીન લોસ અટકાવે છે. મસાજ કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે વાળના ગ્રોથમાં મદદરૂપ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Sweating and Health: શું તમને પરસેવો નથી વળતો? તો સાવધાન! પરસેવો પાડવો એ શરીર માટે કુદરતી વરદાન છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન.
સ્ટેપ 2: હેર સ્ટીમિંગ (વરાળ આપવી)
માલિશ કર્યાના 1 કલાક પછી વાળને સ્ટીમ આપો. આ માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી, તેને નીચોવીને વાળમાં લપેટી લો. સ્ટીમ આપવાથી વાળના ક્યુટિકલ્સ ખુલે છે, જેના કારણે તેલ અને માસ્કનું પોષણ અંદર સુધી પહોંચે છે. આનાથી ડ્રાય હેરની સમસ્યા દૂર થાય છે.
સ્ટેપ 3: કેળાનો હેર માસ્ક
હવે છેલ્લા અને મુખ્ય સ્ટેપમાં કેળાનો માસ્ક તૈયાર કરો. એક પાકેલા કેળાને સારી રીતે મેશ કરી લો. તેમાં થોડું ગુલાબજળ, એલોવેરા જેલ અને વિટામિન-E ની કેપ્સ્યુલ મિક્સ કરો. આ પેસ્ટને વાળની આખી લંબાઈમાં લગાવો અને 40 મિનિટ રહેવા દો. ત્યારબાદ કોઈ માઈલ્ડ (કેમિકલ વગરના) શેમ્પૂથી વાળ ધોઈ લો.
કેળાના માસ્કના ફાયદા:
વાળ કુદરતી રીતે કન્ડિશન થાય છે.
ડેન્ડ્રફ (ખોડો) દૂર કરવામાં મદદ મળે છે.
બે મોઢાવાળા વાળની સમસ્યા ઘટે છે.
વાળમાં કુદરતી ચમક અને સ્મૂધનેસ આવે છે.