O Romeo Trailer Release: શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ નું ટ્રેલર આઉટ; ‘ઉસ્તરા’ લુકમાં શાહિદનો કિલર અંદાજ જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ક્રેઝી

O Romeo Trailer Release: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરી અને દિશા પાટણીની જોડી; વેલેન્ટાઇન વીકમાં 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

by Zalak Parikh
O Romeo Trailer Out: Shahid Kapoor shines as 'Ustra' in Vishal Bhardwaj's action-thriller

News Continuous Bureau | Mumbai

O Romeo Trailer Release: બોલીવુડ સુપરસ્ટાર શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓ રોમિયો’  નું ટ્રેલર  રિલીઝ કરવામાં આવ્યું છે. વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહિદ ‘ઉસ્તરા’ નામના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં શાહિદનો રફ-એન્ડ-ટફ લૂક અને જોરદાર એક્શન જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેની સરખામણી ‘કબીર સિંહ’ સાથે કરી રહ્યા છે.શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરતા લખ્યું, ‘ઉસ્તરા સાથે પંગો નહીં લેવાનો, શરીરથી આત્મા કાપીને લઈ જાય છે.’ આ કેપ્શને જ ફિલ્મના એક્શન લેવલ વિશે ઘણું કહી દીધું છે. ટ્રેલરમાં એક્શનની સાથે રોમાન્સનો પણ શાનદાર તડકો લગાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ

માધુરીના ગીત પર એક્શન અને દિશા પટની સાથે આઈટમ નંબર

ટ્રેલરની સૌથી ખાસ વાત એ છે કે શાહિદ કપૂર માધુરી દીક્ષિતના આઈકોનિક ગીત ‘ધક-ધક’ પર ગુંડાઓની પીટાઈ કરતો જોવા મળે છે. આ ઉપરાંત, ટ્રેલરમાં દિશા પટની સાથે શાહિદનો એક ધમાકેદાર ડાન્સ નંબર પણ બતાવવામાં આવ્યો છે. શાહિદની એક્ટિંગ અને તેના ડાયલોગ ડિલિવરીએ ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધારી દીધી છે.સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં સ્ટારકાસ્ટની ફોજ જોવા મળી રહી છે. ટ્રેલરમાં શાહિદ અને તૃપ્તિ ડિમરી ઉપરાંત નાના પાટેકર, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, અવિનાશ તિવારી અને ફરીદા જલાલની દમદાર ઝલક જોવા મળી છે. દરેક કલાકાર પોતાના પાત્રમાં પ્રભાવશાળી લાગી રહ્યો છે, જે ફિલ્મને મલ્ટી-સ્ટારર એક્શન ડ્રામા બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)


ફિલ્મ ‘ઓ રોમિયો’ વેલેન્ટાઇન વીક દરમિયાન 13 ફેબ્રુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહિદ અને વિશાલ ભારદ્વાજની જોડી અગાઉ ‘કમીને’ અને ‘હૈદર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે, તેથી આ ત્રીજી ફિલ્મ પાસેથી પણ ફેન્સને મોટી આશાઓ છે. સોશિયલ મીડિયા પર ટ્રેલરને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More