Anupamaa Fame Adrija Roy Engagement: ૨૫ જાન્યુઆરીએ સગાઈ કરશે અદ્રિજા રોય, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર; જાણો કોણ છે તેનો ભાવિ પતિ

Anupamaa Fame Adrija Roy Engagement: વિગ્નેશ અય્યર સાથે અદ્રિજાના નવા જીવનની શરૂઆત; રિયલ લાઈફમાં બંગાળી કન્યા અને સાઉથ ઈન્ડિયન યુવકની જામશે જોડી

by Zalak Parikh
Anupamaa Fame Adrija Roy aka Rahi to get Engaged to Vignesh Iyer on Jan 25; Actress reveals her love story and wedding plans

News Continuous Bureau | Mumbai

Anupamaa Fame Adrija Roy Engagement: ટીવી અભિનેત્રી અદ્રિજા રોય આગામી ૨૫ જાન્યુઆરીએ તેના ફાર્મહાઉસ પર સગાઈ કરવાની છે. અદ્રિજાના મંગેતરનું નામ વિગ્નેશ અય્યર છે. અદ્રિજાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની પહેલી મુલાકાત ગયા વર્ષે મે મહિનામાં એક મિત્રની પાર્ટીમાં થઈ હતી. વિગ્નેશે પહેલ કરી હતી અને ત્યારબાદ તેમની વાતચીત સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી.અદ્રિજાએ વિગ્નેશને પોતાનો ‘સોલમેટ’ ગણાવ્યો છે અને તે ખૂબ જ ખુશ છે કે તેને ઈન્ડસ્ટ્રીની બહારનો જીવનસાથી મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા

 કેવી છે તેમની લવ સ્ટોરી?

અદ્રિજાના જણાવ્યા મુજબ, વિગ્નેશ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. અદ્રિજા હંમેશાથી કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી જે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો ન હોય. તેને વિગ્નેશમાં તે તમામ ગુણો મળ્યા છે જે તે પોતાના જીવનસાથીમાં ઈચ્છતી હતી. સગાઈની તૈયારીઓ માટે અદ્રિજાએ શૂટિંગમાંથી ૩ દિવસનો બ્રેક લીધો છે અને તેની ટીમે અગાઉથી જ તેના દ્રશ્યો શૂટ કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


સગાઈ ભલે અત્યારે થઈ રહી હોય, પરંતુ અદ્રિજા આ વર્ષે લગ્ન કરવાની યોજના નથી બનાવી રહી. તેણે જણાવ્યું કે, “વિગ્નેશ સાઉથ ઈન્ડિયન (તમિલ) છે અને હું બંગાળી છું, તેથી અમારી સંસ્કૃતિ એકબીજાથી તદ્દન અલગ છે. મારું સપનું છે કે હું બંગાળી અને સાઉથ ઈન્ડિયન બંને રીતિ-રિવાજ મુજબ લગ્ન કરું. આ માટે લાંબા ગાળાના પ્લાનિંગની જરૂર છે, તેથી અમે આગામી બે વર્ષમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ.”સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતા જ અદ્રિજાના ફેન્સ તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More