Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: તુલસી વિરુદ્ધ ગૌતમ! ‘ક્યોંકિ 2’ ના પ્રોમોએ મચાવી ધૂમ; શું ગૌતમ વિરાણી પોતાના જ પરિવારના પતનનું કારણ બનશે?

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: પરી અને રણવિજયના ડિવોર્સ કેસમાં ગૌતમ વિરાણી બનશે વકીલ; મિહિર અને તુલસી પોતાના જ ભૂતકાળને કોર્ટમાં જોઈ હેરાન રહી ગયા

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: Gautam Virani enters the show as a lawyer; Tulsi and Mihir shocked to face their past in court.

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં હવે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે. પરી અને રણવિજયનો કેસ હવે અદાલતે પહોંચ્યો છે. રણવિજય વતી કેસ લડવા માટે નોયોનાએ જે વકીલની પસંદગી કરી છે તે બીજું કોઈ નહીં પણ ગૌતમ વિરાણી છે. ગૌતમ વિરાણી સીઝન 1 માં તુલસીના પુત્ર તરીકે જોવા મળ્યો હતો. શોના નવા પ્રોમોમાં ગૌતમ વિરાણી તુલસીને કહે છે કે, “જિંદગીની અદાલતમાં આજે તમારી સામે તમારો દીકરો જ ઉભો છે.” આ જોઈ તુલસી અને મિહિર સ્તબ્ધ થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa Fame Adrija Roy Engagement: ૨૫ જાન્યુઆરીએ સગાઈ કરશે અદ્રિજા રોય, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર; જાણો કોણ છે તેનો ભાવિ પતિ

સુમિત સચદેવ ફરી વિરાણી પરિવારમાં

ગૌતમ વિરાણીનું પાત્ર જાણીતા અભિનેતા સુમિત સચદેવ ભજવી રહ્યા છે. સુમિતે સીઝન 1 માં પણ આ પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં તે સ્ટાર પ્લસના શો ‘ઝનક’ માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ગૌતમના આવવાથી શોમાં જૂની યાદો તાજી થઈ રહી છે, પરંતુ આ વખતે તે પોતાની માતા તુલસીની વિરુદ્ધમાં ઉભો છે, જે શોને વધુ રસપ્રદ બનાવશે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


અત્યારે શોમાં પરીએ રણવિજય પાસેથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તુલસી આ લડાઈમાં પોતાની દીકરી પરીની સાથે ઉભી છે. બીજી તરફ, રણવિજયની માતા નોયોના પરીથી નારાજ છે કારણ કે પરીએ મદદ માટે તુલસીની પસંદગી કરી છે. હવે ગૌતમ વિરાણી રણવિજયનો પક્ષ લઈને મેદાનમાં ઉતર્યો છે, જે તુલસી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરશે.સોશિયલ મીડિયા પર ગૌતમ વિરાણીની એન્ટ્રીનો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ સીઝન 1 ના કલાકારોને ફરીથી એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More