News Continuous Bureau | Mumbai
Pawar Family Conflict રાષ્ટ્રવાદી કોંગ્રેસના દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ પવાર પરિવારમાં બધું જ બરાબર હોય તેમ લાગતું નથી. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ગઈકાલે મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા છે અને આજે સાંજે 5 વાગ્યે તેઓ ઉપમુખ્યમંત્રીતરીકે શપથ લેવાના છે. આશ્ચર્યની વાત એ છે કે, શરદ પવારે જાતે કબૂલ્યું છે કે તેમને આ શપથવિધિ અંગે કોઈ જાણકારી નથી, જેનાથી પવાર પરિવારમાં આંતરિક ખેંચતાણ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
ગોવિંદ બાગમાં પવાર પરિવારની ગુપ્ત બેઠક
સુનેત્રા પવારના શપથગ્રહણની ચર્ચાઓ વચ્ચે આજે સવારે શરદ પવારના બારામતી સ્થિત નિવાસસ્થાન ‘ગોવિંદ બાગ’ ખાતે એક હાઈ-લેવલબેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં શરદ પવાર, સુપ્રિયા સુલે, રોહિત પવાર, રાજેન્દ્ર પવાર અને યુગેન્દ્ર પવાર હાજર છે. સુનેત્રા પવારે બારામતી છોડતા પહેલા પરિવારના કોઈ પણ સદસ્ય સાથે રાજકીય ચર્ચા કરી નથી, જેને કારણે પરિવારમાં વિવાદ વધ્યો હોવાનું મનાય છે.
41 ધારાસભ્યોનો સુનેત્રા પવારને ટેકો
નાશિક અને અન્ય વિસ્તારોના અંદાજે 41 ધારાસભ્યોએ સુનેત્રા પવારને પક્ષનું નેતૃત્વ સોંપવા માટે આગ્રહ કર્યો છે. પક્ષના નેતાઓનું માનવું છે કે પિતૃહીન બનેલી NCP ને માત્ર સુનેત્રા પવાર જ સંભાળી શકે છે. ધારાસભ્ય માણિકરાવ કોકાટે સહિતના નેતાઓએ ઠરાવરજૂ કર્યો છે કે અજિત પવારના તમામ હોદ્દાઓ અને જવાબદારી સુનેત્રા પવારને જ સોંપવામાં આવે. આ જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેમને સુનેત્રા વહુના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
વિલીનીકરણની પ્રક્રિયા પર લાગી બ્રેક?
અજિત પવારના નિધન પહેલા બંને NCP જૂથોના વિલીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું કહેવાતું હતું. જોકે, હવે સુનેત્રા પવાર જે રીતે પરિવાર સાથે ચર્ચા કર્યા વગર આગળ વધી રહ્યા છે, તેનાથી વિલીનીકરણની શક્યતાઓ ધૂંધળી બની છે. જો સુનેત્રા પવાર સ્વતંત્ર રીતે શપથ લેશે, તો બંને જૂથો ભવિષ્યમાં પણ અલગ-અલગ રીતે જ પોતાની રાજકીય સફર ચાલુ રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે.
Join Our WhatsApp Community