Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી

Shahid Kapoor and Rashmika Mandanna: ‘બધાઈ હો’ ફેમ ડાયરેક્ટર સાથે કામ કરશે શાહિદ-રશ્મિકા; ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 થી શૂટિંગ શરૂ થવાની શક્યતા, જાણો શું છે પ્રોજેક્ટ

by Zalak Parikh
Shahid Kapoor and Rashmika Mandanna Team Up Again for Amit Sharma’s Romantic Comedy After Cocktail 2

News Continuous Bureau | Mumbai

Shahid Kapoor and Rashmika Mandanna:  બોલિવૂડના ચોકલેટી હીરો શાહિદ કપૂર અને સાઉથની સેન્સેશન રશ્મિકા મંદાનાની જોડી અત્યારે ટૉક ઓફ ધ ટાઉન છે. ‘કૉકટેલ 2’ માં સાથે કામ કર્યા બાદ હવે આ જોડીને જાણીતા ડાયરેક્ટર અમિત શર્માએ પોતાની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ માટે સાઈન કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમિત શર્માએ આ નવી ફિલ્મ માટે શાહિદ અને રશ્મિકાને ફાઈનલ કર્યા છે. આ બંને કલાકારોએ તાજેતરમાં જ ‘કૉકટેલ 2’ નું શૂટિંગ પૂરું કર્યું છે, જે આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. જોકે, નવી ફિલ્મનું શીર્ષક હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો

ડાયરેક્ટર અને પ્રોડક્શનની વિગત

આ ફિલ્મનું નિર્દેશન અમિત શર્મા કરશે, જેઓ અગાઉ ‘બધાઈ હો’ અને અજય દેવગણ સ્ટારર ‘મેદાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. આ ફિલ્મનું નિર્માણ સુનીર ખેતરપાલ, વર્મિલિયન વર્લ્ડ બેનર હેઠળ જીયો સ્ટુડિયોના સહયોગથી કરવામાં આવશે. શાહિદ અને રશ્મિકા તેમના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂરા કર્યા બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Variety India (@varietyindia)


શાહિદ કપૂર હાલમાં તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘ઓ રોમિયો’  ના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ રિલીઝ થવાની છે. રશ્મિકા મંદાના પાસે અત્યારે ફિલ્મોની લાઈન લાગેલી છે. તે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ ‘રણબાલી’ માં જોવા મળશે. આ સિવાય તે એટલીની એક્શન ફિલ્મ અને ‘માયસા’ માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ‘કૉકટેલ 2’ બાદ શાહિદ સાથેની આ બીજી ફિલ્મ રશ્મિકાના હિન્દી કરિયરને નવી ઉંચાઈ પર લઈ જઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More