Jeffrey Epstein Files Scandal: જેફરી એપ્સ્ટીન ફાઇલ્સનો ધડાકો: વિશ્વભરના નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ, જાણો કયા દેશમાં અત્યાર સુધી કેટલા રાજીનામા પડ્યા

Jeffrey Epstein Files Scandal: એપ્સ્ટીન ફાઇલ્સમાં ઇમેઇલ, નાણાકીય વ્યવહારો અને ખાનગી મુલાકાતોની વિગતો જાહેર થતા અનેક દિગ્ગજ હસ્તીઓએ નૈતિકતાના ધોરણે પદ છોડવું પડ્યું છે.

by Akash Rajbhar
Jeffrey Epstein Files Scandal Wave of Resignations Hits Global Politics and Business as Names Surface

News Continuous Bureau | Mumbai

અમેરિકાના કુખ્યાત ગુનેગાર જેફરી એપ્સ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજો સતત સાર્વજનિક થઈ રહ્યા છે, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ફાઇલ્સમાં અનેક મોટા હોદ્દા પર બેઠેલા લોકોના નામ, ઇમેઇલ અને ફોટા સામે આવ્યા છે. આ ખુલાસા બાદ દબાણ હેઠળ આવીને બ્રિટન, નોર્વે અને અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને હાઇ-પ્રોફાઇલ નેટવર્ક સાથેના જોડાણને કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

બ્રિટન અને નોર્વેમાં મોટા સ્તરે પડ્યા રાજીનામા

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એપ્સ્ટીન ફાઇલ્સમાંથી જાણવા મળ્યું હતું કે મેકસ્વીનીએ પીટર મેન્ડેલસનને અમેરિકામાં બ્રિટિશ એમ્બેસેડર બનાવવાની સલાહ આપી હતી, જે ખોટી હોવાનું સ્વીકારી તેમણે પદ છોડ્યું છે. તેવી જ રીતે, નોર્વેના વરિષ્ઠ રાજદ્વારી અને પૂર્વ મંત્રી મોના જુલ પણ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે. 66 વર્ષીય જુલે અગાઉ ઇઝરાયેલ, બ્રિટન અને યુએનમાં નોર્વેના રાજદૂત તરીકે સેવા આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Bomb Threat to 9 Schools in Delhi: દિલ્હીની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેનેજમેન્ટમાં મચ્યો ફફડાટ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

અમેરિકાની લો ફર્મ અને એફબીઆઈ (FBI) પર પણ અસર

અમેરિકામાં પણ એપ્સ્ટીન ફાઇલ્સની વ્યાપક અસર જોવા મળી રહી છે. ફેબ્રુઆરી 2026માં એક મોટી લો ફર્મના ચેરમેન બ્રેડ કાર્પે રાજીનામું આપ્યું હતું, કારણ કે તેમનો એપ્સ્ટીન સાથે ઇમેઇલ સંપર્ક હોવાનું બહાર આવ્યું હતું. તે જ રીતે, ડિસેમ્બર 2025માં એફબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ડેન બોન્જિનોએ પણ વિવાદો વચ્ચે પદ છોડવું પડ્યું હતું. જોકે તેમનો સીધો સંબંધ સાબિત થયો નથી, પરંતુ ફાઇલ્સમાં નામ આવવાના કારણે વધેલા દબાણને લીધે તેમણે આ નિર્ણય લેવો પડ્યો હતો.

યુરોપના અન્ય દેશોમાં પણ રાજીનામાનું સત્ર શરૂ

એપ્સ્ટીન ફાઇલ્સને કારણે ફ્રાન્સના પૂર્વ મંત્રી જેક લેગે એક સાંસ્કૃતિક સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. સ્લોવાકિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિરોસ્લાવ લાજકાકે ઇમેઇલ વિવાદ બાદ પદ છોડ્યું હતું, જ્યારે સ્વીડનમાં પણ એક ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે આ તમામ રાજીનામા ગુના સાબિત થવાને કારણે નહીં, પરંતુ માત્ર વિવાદાસ્પદ યાદીમાં નામ અથવા સંપર્ક સામે આવવાને કારણે લેવામાં આવ્યા છે, જે વિશ્વ સ્તરે નૈતિકતાનો મોટો પ્રશ્ન ઉભો કરે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More