Salman Khan Master Raju: માસ્ટર રાજુએ ખોલ્યા સલમાન ખાનના ભૂતકાળના પાના! ગુસ્સો, પ્રેમ અને એક્સ-ગર્લફ્રેન્ડ સાથેનો એ કિસ્સો જે સાંભળીને તમે પણ હેરાન રહી જશો

Salman Khan Master Raju: સુપરસ્ટાર સલમાન ખાનના સ્વભાવ અને તેના વિવાદો પર પ્રકાશ પાડતા માસ્ટર રાજુએ જણાવ્યું કે સલમાન મગજથી નહીં પણ દિલથી વિચારે છે, જેના કારણે તે મુશ્કેલીમાં મુકાય છે

by Zalak Parikh
Salman Khan’s Childhood Friend Master Raju Reveals Actor’s Emotional Outbursts and Past Controversies

News Continuous Bureau | Mumbai

Salman Khan Master Raju: બોલીવુડમાં વર્ષો સુધી ટકી રહેલી દોસ્તીના ઉદાહરણો ઓછા જોવા મળે છે, પરંતુ માસ્ટર રાજુ (રાજુ શ્રેષ્ઠા) અને સલમાન ખાનની મિત્રતા દાયકાઓ જૂની છે. બંને મુંબઈના બાંદ્રામાં સાથે મોટા થયા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રાજુએ સલમાનના ગુસ્સા, તેના અફેર અને વિવાદો વિશે ચોંકાવનારી વાતો કરી છે. તેણે સ્વીકાર્યું કે સલમાન ઘણીવાર ભાવનાઓના પ્રવાહમાં વહીને ભૂલો કરી બેસતો હતો

આ સમાચાર પણ વાંચો : Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!

ગર્લફ્રેન્ડના ઘરની બહાર હંગામો અને ગુસ્સામાં હાથ ઉપાડવો

સલમાનના સ્વભાવ વિશે વાત કરતા રાજુએ જણાવ્યું કે સલમાન ખૂબ જ મસ્તમૌલા છે, પણ તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી. રાજુએ કબૂલ્યું કે, “સલમાન ક્યારેક કોઈના ઘરની નીચે ઊભા રહીને ગાળો આપતો અથવા એક્સ-ગર્લફ્રેન્ડની બિલ્ડિંગ બહાર બૂમો પાડતો હતો. ગુસ્સામાં તે હાથ પણ ઉપાડી દેતો હતો.” જોકે રાજુએ કોઈનું નામ લીધું નથી, પરંતુ માનવામાં આવે છે કે આ ઈશારો ભૂતકાળમાં ઐશ્વર્યા રાય સાથે થયેલા વિવાદો તરફ હતો.૧૯૯૮ના બ્લેક બક (કાળિયાર) કેસ વિશે રાજુએ જણાવ્યું કે સલમાન અંદરથી ખૂબ જ પરેશાન હતો, પણ ચહેરા પર તે દેખાવા દેતો નહોતો. તે સમયે સલમાનની કમાણીનો મોટો હિસ્સો કોર્ટ કેસ અને વકીલોની ફી પાછળ ખર્ચાઈ રહ્યો હતો. સલમાને રાજુને કહ્યું હતું કે તે પોતે નિર્દોષ છે, પરંતુ આ બાબત સાબિત કરવા માટે તેણે વર્ષો સુધી ભારે માનસિક અને આર્થિક તણાવ વેઠવો પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raju (@itsmasterraju)


રાજુ શ્રેષ્ઠાના મતે સલમાન ખાન કોઈ ચાલાકી કે ચાલબાજી જાણતો નથી. જે દિલમાં હોય તે જ તેના હોઠ પર હોય છે, જેના કારણે તે વારંવાર વિવાદોમાં ફસાઈ જાય છે. રાજુએ સલમાનનો બચાવ કરતા કહ્યું કે તે ભલે ક્યારેક ખોટું વર્તન કરી બેસતો હોય, પણ તે દિલનો ખરાબ માણસ નથી. તે હંમેશા દિલથી નિર્ણયો લે છે અને મિત્રતા નિભાવવામાં માને છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More