MM Naravane Book Leak: શું ભારતની સુરક્ષા વિગતો લીક થઈ? જનરલ નરવણેનું પુસ્તક વિદેશી વેબસાઇટ્સ પર કેવી રીતે પહોંચ્યું? દિલ્હી પોલીસનો ચોંકાવનારો ઘટસ્ફોટ

MM Naravane Book Leak Delhi Police Suspects International Conspiracy; Probe Focuses on Global Digital Markets and MOD Bypass
MM Naravane Book Leak Delhi Police Suspects International Conspiracy; Probe Focuses on Global Digital Markets and MOD Bypass

News Continuous Bureau | Mumbai

પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની’ ને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પુસ્તકનું લીક થવું એ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત અને સંકલિત અભિયાન છે. સંરક્ષણ મંત્રાલય ની અનિવાર્ય મંજૂરી મેળવતા પહેલા જ આ પુસ્તકની વિગતો ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી.

કેનેડા, અમેરિકા અને જર્મનીમાં સૌથી પહેલા વેચાઈ બુક

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપ્રકાશિત પુસ્તકનું સર્ક્યુલેશન ભારત કરતા વિદેશોમાં વધુ ઝડપથી થયું હતું. કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને અમેરિકા જેવા દેશોમાં આ પુસ્તક સત્તાવાર મંજૂરી વગર જ ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌથી પહેલા વેચાઈ હતી. આ જ કારણ છે કે સ્પેશિયલ સેલે હવે તેની તપાસનું કેન્દ્ર આ દેશોમાં ચાલી રહેલી ડિજિટલ અને નાણાકીય ગતિવિધિઓ પર રાખ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Flipperachi Mumbai Concert: ‘ધુરંધર’ ના ગીતથી ભારત ગજવનાર રેપર ફ્લિપરાચીનો મુંબઈમાં લાઈવ કોન્સર્ટ: જાણો ક્યારે અને ક્યાં સાંભળી શકશો ‘FA9LA’ ફેમ આર્ટિસ્ટને

સંરક્ષણ મંત્રાલયની પ્રોસેસને બાયપાસ કરાઈ

કોઈપણ ઉચ્ચ સૈન્ય અધિકારી જ્યારે પુસ્તક લખે છે, ત્યારે તેના પ્રકાશન પહેલા સંરક્ષણ મંત્રાલયની પરવાનગી લેવી ફરજિયાત હોય છે. તપાસકર્તાઓનું માનવું છે કે આ કિસ્સામાં સત્તાવાર મંજૂરીની પ્રક્રિયાને જાણી જોઈને ‘બાયપાસ’ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે ક્રિમિનલ કોન્સ્પિરેસી (ગુનાહિત કાવતરું) ની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

રાહુલ ગાંધી સુધી બુક કેવી રીતે પહોંચી? તે પણ એક તપાસનો વિષય

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુધી આ અપ્રકાશિત પુસ્તક પહોંચ્યાના સમાચાર સામે આવ્યા. પોલીસ હવે એ પણ શોધી રહી છે કે જે પુસ્તક હજુ ઓફિશિયલ રિલીઝ પણ નથી થઈ, તે રાજકીય નેતાઓ સુધી કેવી રીતે પહોંચી ગઈ. તપાસ એજન્સીઓ પુસ્તકના લીક થવા પાછળના મુખ્ય સૂત્રધાર અને તેમાંથી થયેલા નાણાકીય વ્યવહારોની કડીઓ જોડી રહી છે.

 

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!