O Romeo Release Day Updates: થિયેટરોમાં શાહિદ કપૂરનો જાદુ! ‘ઓ રોમિયો’ ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, એડલ્ટ સર્ટિફિકેટ છતાં રોમેન્ટિક સીન્સે મચાવી ધૂમ; જાણો ઓપનિંગ ડે રિપોર્ટ

O Romeo Release Day Updates: વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડીએ ફરી મચાવ્યો ધમાકો; એડવાન્સ બુકિંગમાં જોરદાર ઉછાળો, પહેલા દિવસે ₹૮ કરોડ સુધીની કમાણીની આશા.

by Zalak Parikh
O Romeo Release Day Updates: CBFC Grants 'A' Certificate Without Cutting Intimate Scenes; Shahid-Triptii Film Eyes Strong Opening

News Continuous Bureau | Mumbai

O Romeo Release Day Updates: શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓ રોમિયો’ આજે ૧૩ ફેબ્રુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ચાહકો આ ફિલ્મને શાહિદ કપૂરની ‘કમબેક’ ફિલ્મ ગણાવી રહ્યા છે. વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહિદ ફરી એકવાર ડાર્ક અને ઇન્ટેન્સ રોલમાં જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sreeleela Becomes a Doctor: પુષ્પા ફેમ અભિનેત્રી શ્રીલીલા હવે બની ‘ડોક્ટર’: ૬ વર્ષની મહેનત બાદ મેળવી મેડિકલની ડિગ્રી, જાણો મુંબઈની કઈ યુનિવર્સિટીમાંથી કર્યું ગ્રેજ્યુએશન

સેન્સર બોર્ડે આપ્યું ‘A’ સર્ટિફિકેટ

સેન્સર બોર્ડ (CBFC) એ ‘ઓ રોમિયો’ ને જોયા બાદ તેને ‘એ’ (માત્ર પુખ્ત વયના લોકો માટે) સર્ટિફિકેટ આપ્યું છે. મહત્વની વાત એ છે કે, સેન્સર બોર્ડે ફિલ્મમાં રહેલા રોમેન્ટિક અને ઇન્ટિમેટ દ્રશ્યો પર કોઈ કાપ મૂક્યો નથી. જોકે, મેકર્સને કેટલાક શબ્દો બદલવા અને મ્યૂટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેમ કે ‘આઈટમ’ શબ્દના સ્થાને ‘કુમારી’ વાપરવાની સૂચના અપાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)


ફિલ્મે એડવાન્સ બુકિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, ફિલ્મ પહેલા દિવસે ૬ થી  ૮ કરોડની વચ્ચે ઓપનિંગ કરી શકે છે. વેલેન્ટાઈન વીક હોવાનો ફિલ્મને મોટો ફાયદો મળે તેવી શક્યતા છે. ફિલ્મનો કુલ રનટાઈમ ૨ કલાક ૫૮ મિનિટ છે, જે શાહિદ અને વિશાલ ભારદ્વાજની અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ છે. ફિલ્મમાં શાહિદ અને તૃપ્તિ ઉપરાંત નાના પાટેકર, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, દિશા પાટની અને વિક્રાંત મેસી જેવા મજબૂત કલાકારો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More