Desi hack to remove hand tanning: પાર્લર જેવું મેનિક્યોર હવે ઘરે જ! ગોળ અને શેમ્પૂનો આ નુસખો હાથનો મેલ અને ટેનિંગ મિનિટોમાં કરશે દૂર; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત

Desi hack to remove hand tanning: ગોળ અને શેકેલી હળદરનું મિશ્રણ મેલના થરને ઉખાડી ફેંકશે; જાણો આ ઘરેલું ઉપાય સ્ટેપ-બાય-સ્ટેપ.

by Akash Rajbhar
Desi hack to remove hand tanning Poonam Devnani’s Jaggery (Gur) and Turmeric remedy for deep skin cleansing.

News Continuous Bureau | Mumbai

Desi hack to remove hand tanning: ચહેરાની સંભાળ માટે તો આપણે અનેક પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, પરંતુ અવારનવાર હાથ અને શરીરના અન્ય ભાગો પર થતા ટેનિંગને નજરઅંદાજ કરીએ છીએ. સૂર્યના હાનિકારક કિરણોને કારણે ત્વચા પર મેલેનિનનું પ્રમાણ વધે છે અને મેલના થર જામી જાય છે. એક એક્સપર્ટ એ આ સમસ્યા માટે એક અસરકારક દેશી ઉપાય જણાવ્યો છે, જે ગોળ ના ઉપયોગથી ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરવામાં મદદ કરે છે.આ નુસખામાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે જે એન્ટીઓક્સિડન્ટ અને ગ્લાયકોલિક એસિડથી ભરપૂર હોય છે. તે ત્વચાને ડિટોક્સ કરવા અને કરચલીઓ રોકવામાં મદદરૂપ છે. આ મિશ્રણને અસરગ્રસ્ત ભાગ પર લગાવી થોડીવાર રાખવાથી ત્વચામાં સ્પષ્ટ તફાવત જોઈ શકાય છે.

નુસખો બનાવવા માટે જરૂરી સામગ્રી

આ પેક બનાવવા માટે તમારે તમારા રસોડામાં હાજર રહેલી કેટલીક સામાન્ય વસ્તુઓની જરૂર પડશે. જેમાં ગોળ, લીંબુનો રસ, હળદર , કોઈપણ શેમ્પૂ અને સફેદ ટૂથપેસ્ટનોસમાવેશ થાય છે. આ તમામ સામગ્રીની માત્રા તમારે જેટલા ભાગમાં તેનો ઉપયોગ કરવો હોય તે મુજબ નક્કી કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Health Benefits of Skipping:દરરોજ માત્ર 10 મિનિટ દોરડા કૂદશો તો જિમ જવાની જરૂર નહીં પડે! જાણો શરીરને ટ્રાન્સફોર્મ કરતા તેના 5 જાદુઈ ફાયદા.

મિશ્રણ તૈયાર કરવાની અને વાપરવાની રીત

સૌ પ્રથમ ગોળને ખાંડીને પાણીમાં ઓગાળી લો જેથી લિક્વિડ તૈયાર થાય. હવે એક તવા પર હળદરને કાળી થાય ત્યાં સુધી બરાબર શેકી લો. આ ઓગળેલા ગોળના પાણીમાં શેકેલી હળદર, લીંબુનો રસ, થોડું શેમ્પૂ અને ટૂથપેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. આ પેસ્ટને હાથ કે ટેનિંગ વાળા ભાગ પર લગાવો અને 10-15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હળવા હાથે ઘસીને તેને સાફ કરી લો.

હળદર અને ગોળના અદભૂત ફાયદા

હળદરમાં રહેલું કરક્યુમિન ત્વચા માટે એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે, જે કાળા ડાઘ દૂર કરવામાં અને ત્વચામાં નિખાર લાવવામાં મદદ કરે છે. તો બીજી તરફ ગોળ ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને તેને મુલાયમ બનાવે છે. આ દેશી નુસખો કેમિકલ યુક્ત બ્લીચ કરતા વધુ સુરક્ષિત અને અસરકારક માનવામાં આવે છે. જો કે, સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ પેચ ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More