Ragini 3 Movie Update: શું ‘રાગિની 3’ તોડશે બોલ્ડનેસના તમામ રેકોર્ડ? એકતા કપૂરની હિટ ફ્રેન્ચાઈઝીમાં જુનૈદ ખાન અને તમન્ના ભાટિયાની એન્ટ્રી ફાઈનલ!

Ragini 3 Movie Update:શશાંક ઘોષના નિર્દેશનમાં બનશે ફિલ્મ; તમન્ના ભાટિયા અને જુનૈદ ખાનની નવી કેમિસ્ટ્રી જોવા માટે ફેન્સ ઉત્સાહિત

by Zalak Parikh
Ragini 3: Tamannaah Bhatia and Junaid Khan to pair up for Ekta Kapoor's popular horror franchise reboot.

News Continuous Bureau | Mumbai

Ragini 3 Movie Update:બાલાજી મોશન પિક્ચર્સ તેની સૌથી સફળ અને ચર્ચિત ફ્રેન્ચાઈઝી ‘રાગિની’ ના નવા ભાગ એટલે કે ‘રાગિની 3’  ની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વખતે આ ફિલ્મ પહેલા કરતા વધુ લાર્જર-ધેન-લાઈફ  અને સ્ટાઈલિશ હશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે તમન્ના ભાટિયાનું નામ ચર્ચામાં છે, જ્યારે તેની સામે આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન નજર આવી શકે છે.મીડિયા અહેવાલ મુજબ, ‘વીરે દી વેડિંગ’ ફેમ ડાયરેક્ટર શશાંક ઘોષ આ પ્રોજેક્ટનું નિર્દેશન કરશે. મેકર્સનો પ્લાન પ્રેક્ષકોને એક એવો હોરર અનુભવ આપવાનો છે જે બોલ્ડ હોવાની સાથે સાથે અત્યંત મોર્ડન અને એન્ટરટેઈનિંગ હોય. તમન્ના ભાટિયા આ પાત્ર માટે મેકર્સની પહેલી પસંદ હતી અને જુનૈદ સાથે તેની જોડી ફિલ્મમાં નવો ગ્લેમર ઉમેરશે.

આ સમાચાર પણ વાંચો : Zee Cine Awards 2026: ધુરંધરનો ધડાકો! ઝી સિને એવોર્ડ્સમાં રણવીર સિંહની ફિલ્મે ૨૮ નોમિનેશન સાથે મેદાન માર્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ

જુનૈદ ખાન માટે સુવર્ણ તક 

જુનૈદ ખાન અત્યારે પોતાની ડેબ્યુ ફિલ્મ અને અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે દક્ષિણ ભારતની સ્ટાર એક્ટ્રેસ સાઈ પલ્લવી સાથે ફિલ્મ ‘એક દિન’ માં પણ જોવા મળશે, જે 1 મે 2026 ના રોજ રિલીઝ થવાની છે. હવે ‘રાગિની 3’ જેવી મોટી ફ્રેન્ચાઈઝી સાથે જોડાવાથી જુનૈદની કારકિર્દીને મોટો વેગ મળી શકે છે. તમન્ના અને જુનૈદ પ્રથમવાર એકસાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે હાલમાં ફિલ્મની વાર્તાને લઈને અત્યંત ગુપ્તતા  જાળવવામાં આવી રહી છે. જોકે, તેને ‘ડેટ નાઈટ હોરર’ કહેવામાં આવી રહ્યું છે, જેનો અર્થ છે કે ફિલ્મમાં ડરની સાથે સાથે હ્યુમર અને જબરદસ્ત મનોરંજનનું મિશ્રણ હશે. બાલાજી મોશન પિક્ચર્સ આ હોરર જોનરને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે યુવા પ્રેક્ષકોને ખાસ આકર્ષિત કરશે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatia (@itsunfiltered_amit)


એકતા કપૂરની  આ ફ્રેન્ચાઈઝીનો પોતાનો એક અલગ ચાહક વર્ગ છે. અગાઉના ભાગોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે તમન્ના અને જુનૈદ જેવા સિતારાઓ જોડાતા આ ફિલ્મ પ્રત્યેનું આકર્ષણ વધી ગયું છે. હાલમાં ફેન્સ ફિલ્મના ફર્સ્ટ લુક  અને ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More