YRKKH Upcoming Twist: વિદ્યા નીકળી અસલી વિલન? ‘યે રિશ્તા…’ માં 8 વર્ષ જૂના રહસ્ય પરથી ઉઠશે પડદો, જાણો કેવી રીતે અભીરાને અરમાનથી કરી હતી દૂર

YRKKH Upcoming Twist: અભીરાએ યાદ કર્યો જૂનો અકસ્માત; વિદ્યાએ ખોટા કસ્ટડી પેપર્સ બતાવીને તોડ્યો હતો પરિવાર

by Zalak Parikh
Yeh Rishta Kya Kehlata Hai: Vidya's dark secret to be revealed; Abhira recalls the painful memories of the 8-year leap.

News Continuous Bureau | Mumbai

YRKKH Upcoming Twist: સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) માં હાલમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. શોમાં 8 વર્ષના લીપ બાદ વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે અરમાન હજુ પણ ગુસ્સામાં છે અને તેની દીકરી માયરા તેને શાંત પાડવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન વિદ્યાનું એવું સત્ય સામે આવશે જે આખા પોદ્દાર પરિવારને હચમચાવી દેશે.અત્યાર સુધી જોવા મળ્યું કે અરમાન પોતાની ગાડી સજેલી જોઈને અભીરા પર ભડકી જાય છે. બીજી તરફ, કાજલ વિદ્યાને સવાલ કરે છે કે અરમાન આટલો કેમ બદલાઈ ગયો છે? ત્યારે વિદ્યા જૂઠું બોલે છે કે પ્રેમ જ અરમાનનેબદલી નાખ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે વિદ્યાએ પોતે જ અભીરા અને અરમાનના જીવનમાં ઝેર ઘોળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Aditya Dhar and Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ શું ફરી સાથે દેખાશે આદિત્ય ધર અને રણવીર સિંહ?નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મ માટે ચાલી રહી છે તૈયારીઓ

મુક્તિ અને માયરા વચ્ચે થઈ જોરદાર લડાઈ

શોના અપકમિંગ એપિસોડમાંજોવા મળશે કે માયરા અરમાનનો ગુસ્સો શાંત કરવા માટે ગેરેજ માલિક એટલે કે અભીરાને ફોન કરે છે. પરંતુ આ ફોન મુક્તિ ઉપાડે છે. બંને વચ્ચે વાતચીત દરમિયાન ઝઘડો શરૂ થઈ જાય છે અને વાત પરિવાર સુધી પહોંચી જાય છે. મુક્તિ પોતાની માં (અભીરા) ના વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. બાદમાં અભીરા અને અરમાન આવીને ફોન લઈ લે છે.મુક્તિ જ્યારે અભીરાને પૂછે છે કે તેને પોતાના બાળપણ વિશે કેમ કશું યાદ નથી, ત્યારે અભીરા જૂની વાતો યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેને યાદ આવે છે કે 8 વર્ષ પહેલા તેની એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે જ્યારે ભાનમાં આવી ત્યારે અરમાન અને માયરાને મળવા ગઈ હતી, પરંતુ વિદ્યા તેમની વચ્ચે વિલનબનીને ઉભી રહી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


અભીરાને એ દિવસ યાદ આવે છે જ્યારે વિદ્યાએ તેના હાથમાં માયરાની કસ્ટડીના પેપર્સ આપતા કહ્યું હતું કે અરમાન અને તેની દીકરી બંને તેની સાથે રહેવા માંગતા નથી. વિદ્યાએ અભીરાને અરમાનને મળવા પણ નહોતી દીધી. ઈજાની હાલતમાં જ અભીરાએ પરત હોસ્પિટલ જવું પડ્યું હતું. 8 વર્ષ પછી આ સત્ય યાદ આવતા અભીરા ખૂબ રડે છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે અરમાન સામે વિદ્યાનું આ સત્ય આવશે ત્યારે શું થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More