Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા

Yash Toxic Release Postponed: નોર્થ ઇન્ડિયામાં રણવીર સિંહની 'ધુરંધર 2' ને પ્રાધાન્ય; વિદેશી માર્કેટ અને ટીઝર વિવાદને કારણે મેકર્સ મૂંઝવણમાં

by Zalak Parikh
Yash’s 'Toxic' Postponed? 4 major reasons why the clash with 'Dhurandhar 2' might be averted.

News Continuous Bureau | Mumbai

Yash Toxic Release Postponed: કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ ની રિલીઝ ડેટ લંબાવાની શક્યતા છે. અગાઉ આ ફિલ્મ રણવીર સિંહની બ્લોકબસ્ટર સિક્વલ ‘ધુરંધર 2’ સાથે 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ  મુજબ, મેકર્સ હવે આ મહામુકાબલાને ટાળવા માટે ફિલ્મની રિલીઝ આગળ ધપાવી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે બે મોટા બજેટની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાથી બંનેને આર્થિક નુકસાન થઈ શકે છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટ સ્ટ્રેટેજીને જોતા ‘ટોક્સિક’ પોસ્ટપોન થવાના સંકેતો મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : James Bond Theme: ભારતીય રાગ અને 007! જેમ્સ બોન્ડની સુપરહિટ સિગ્નેચર ટ્યુન પાછળ છે ‘ઈન્ડિયન કનેક્શન’, જાણો કેવી રીતે બની આ આઇકોનિક ધૂન

ઇન્ટરનેશનલ રિલીઝ અને ‘હેલ મેરી’નું વિઘ્ન

 ‘ટોક્સિક’ને કન્નડ અને અંગ્રેજી ભાષામાં એકસાથે શૂટ કરવામાં આવી છે જેથી ગ્લોબલ ઓડિયન્સને ટાર્ગેટ કરી શકાય. જોકે, ડિસ્ટ્રીબ્યુશન સૂત્રોના જણાવ્યા મુજબ, અંગ્રેજી વર્ઝન માટે હજુ સુધી કોઈ મજબૂત સ્ટ્રેટેજી બની નથી. વધુમાં, 20 માર્ચે ઇન્ટરનેશનલ માર્કેટમાં ‘હેલ મેરી’ રિલીઝ થઈ રહી છે, જેણે વિદેશી સ્ક્રીન્સ પર 80% જેટલો કબજો કરી લીધો છે. આવા સંજોગોમાં ‘ટોક્સિક’ને વિદેશમાં ઓછી સ્ક્રીન્સ મળવાનો ડર છે.રણવીર સિંહની ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર સર્જેલા રેકોર્ડને કારણે એક્ઝિબિટર્સ હવે તેની સિક્વલને વધુ મહત્વ આપી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ભારતના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ‘ધુરંધર 2’ ને પ્રથમ પસંદગી આપવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે કર્ણાટકમાં પણ કેટલાક સ્થળોએ ‘ધુરંધર 2’ ને લઈને વધુ પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે, જે યશની ફિલ્મ માટે ચિંતાનો વિષય છે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)


 ‘ટોક્સિક’ના ટીઝરને લઈને અગાઉ કેટલાક વિવાદો થયા હતા, જેને કારણે ફિલ્મનું ટ્રેલર હજુ સુધી ફાઈનલ થઈ શક્યું નથી. 600 કરોડથી વધુના જંગી બજેટ સાથે બનેલી આ ફિલ્મ માટે મેકર્સ કોઈ રિસ્ક લેવા માંગતા નથી. જો ફિલ્મ 19 માર્ચે રિલીઝ નથી થતી, તો તે કદાચ એપ્રિલ કે મે મહિનામાં મોટા વેકેશન દરમિયાન પડદા પર આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More