News Continuous Bureau | Mumbai
Kalki 2898 AD Sequel: સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ની સીક્વલ એટલે કે ‘કલ્કી 2’ નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. બિગ બીએ તેમના તાજેતરના બ્લોગમાં આ અંગેની માહિતી આપી છે. આ શૂટિંગ માટે તેઓ હાલમાં હૈદરાબાદમાં છે, જેના કારણે તેઓ રવિવારે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘જલસા’ ની બહાર ચાહકોને મળી શક્યા નહોતા.અમિતાભ બચ્ચને સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ મહાન અભિનેતા કમલ હાસન ને ભેટી પડતા જોવા મળે છે. લાંબા સમય પછી કમલ હાસન સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરતા બિગ બીએ લખ્યું છે કે, “મહાન કમલ હાસન સાથે મુલાકાત થઈ, અમે ઘણા સમય પછી સાથે કામ કરીશું. છેલ્લી વખતે અમે ફિલ્મ ‘ગિરફ્તાર’ માં સાથે જોવા મળ્યા હતા.”
આ સમાચાર પણ વાંચો : Salman Khan Aishwarya Rai: ઐશ્વર્યા રાય જ્યારે મા બની ત્યારે સલમાન ખાનની અનોખી પ્રતિક્રિયા; જાણો શું કહ્યું હતું ભાઈજાને
અશ્વત્થામા લુક અને શૂટિંગના અપડેટ્સ
બિગ બીએ બ્લોગમાં ‘કલ્કી 2’ ના સેટ પરથી પોતાનો લુક પણ શેર કર્યો છે. તેઓ ફરી એકવાર ‘અશ્વત્થામા’ ના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. ‘કલ્કી 2898 AD’ ની સફળતા બાદ ચાહકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સીક્વલમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા સિતારાઓ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવતા જોવા મળશે.
View this post on Instagram
અમિતાભ બચ્ચને પહેલાથી જ સૂચના આપી દીધી હતી કે તેઓ આ રવિવારે જલસા પર હાજર નહીં રહે, તેમ છતાં મોટી સંખ્યામાં ચાહકો ત્યાં ઉમટી પડ્યા હતા. બિગ બીએ લખ્યું કે, “મેં તેમને કહ્યું હતું કે હું આ રવિવારે નહીં આવી શકું કારણ કે હું હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો છું, તેમ છતાં તેઓ કન્ફર્મ કરવા માટે આવ્યા.” તેમણે શૂટિંગના વ્યસ્ત શિડ્યુલને કારણે ચાહકોને ન મળી શકવા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)