Saffron Surprise in Israel: નેતન્યાહુનો અદભૂત અંદાજ: પીએમ મોદી સાથેની મુલાકાતમાં પહેરી ભારતીય સદરી; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા.

Saffron Surprise in Israel: ‘મેં મારા મિત્ર મોદીને ચોંકાવી દીધા’ - નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો; ભારત-ઇઝરાયેલ મૈત્રીના પ્રતીક રૂપે પહેર્યું પારંપરિક જેકેટ.

by Akash Rajbhar
Saffron Surprise in Israel PM Benjamin Netanyahu Dons Traditional Indian Jacket to Honor Friend PM Modi During Dinner.

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયેલ પ્રવાસનો બીજો દિવસ બંને દેશોની મિત્રતાના યાદગાર પ્રસંગોથી ભરેલો રહ્યો છે. ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ પીએમ મોદીના સ્વાગતમાં એક ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નેતન્યાહુએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વ્યક્ત કરતા પારંપરિક ભારતીય જેકેટ (સદરી) પહેરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. નેતન્યાહુએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ પળનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું કે, “અમારા સંયુક્ત રાત્રિભોજન પહેલા, મેં મારા મિત્ર વડાપ્રધાન મોદીને પરંપરાગત ભારતીય પોશાક પહેરીને સરપ્રાઈઝ આપ્યું હતું.” નેતન્યાહુનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને બંને દેશો વચ્ચેના અતૂટ સંબંધોના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

કેસરી રંગના સૂટ અને પોકેટ સ્ક્વેરની રસપ્રદ ચર્ચા

પ્રવાસના પહેલા દિવસે પણ આવી જ એક ખુશનુમા પળ જોવા મળી હતી. જ્યારે પીએમ મોદી એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે નેતન્યાહુની પત્ની સારા નેતન્યાહુએ કેસરી (ભગવા) રંગનો ફોર્મલ સૂટ પહેર્યો હતો. નેતન્યાહુએ પીએમ મોદીના જેકેટ પર લાગેલા પોકેટ સ્ક્વેર તરફ ઈશારો કરીને હસતા હસતા કહ્યું કે, “આ રંગ પત્નીના સૂટ સાથે મેચ થઈ રહ્યો છે.” આ સાંભળીને બંને નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ

આજે બંને નેતાઓ વચ્ચે યોજાશે મહત્વની બેઠક

ગુરુવારે સવારે બંને વડાપ્રધાનો ‘યાદ વાશેમ હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર’ ની મુલાકાત લેશે, જે ઇઝરાયેલ આવતા દરેક રાષ્ટ્રાધ્યક્ષ માટે પરંપરાગત છે. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે ‘કિંગ ડેવિડ હોટલ’ માં બંને નેતાઓ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજી જેવા મહત્વના ક્ષેત્રોમાં અનેક ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

ઇઝરાયેલની સંસદમાં મોદીનું ઐતિહાસિક સંબોધન

પીએમ મોદીએ ઇઝરાયેલી સંસદ ‘નેસેટ’ ને સંબોધિત કરતા આતંકવાદ સામે લડવા અને વૈશ્વિક શાંતિ માટે ભારત-ઇઝરાયેલની ભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી. પીએમ નેતન્યાહુએ મોદીને ‘એશિયન સિંહ’ કહીને નવાજ્યા હતા. આ પ્રવાસથી મધ્ય પૂર્વના દેશોમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બની છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More