Trump Iran War Cost: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો આંધળો ખર્ચ, તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર? જુઓ વિગતવાર અહેવાલ

શરૂઆતના 24 કલાકમાં જ 6,900 કરોડનો ખર્ચ, યુદ્ધ ખેંચાશે તો અમેરિકા પર 18.87 લાખ કરોડનો આર્થિક બોજ આવી શકે.

by Tanvi
Trump Spending Billions in War Against Iran What Happens if the Conflict Drags On

News Continuous Bureau | Mumbai

Trump Iran War Cost અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે તેના ચરમસીમા પર છે. આ જંગમાં માત્ર જાન-માલનું નુકસાન જ નથી થઈ રહ્યું, પરંતુ અમેરિકાની અર્થતંત્ર પર પણ ભારે દબાણ વધી રહ્યું છે. અહેવાલો મુજબ, હુમલાના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ 779 મિલિયન ડોલર એટલે કે અંદાજે 6,900 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ યુદ્ધ ઓછામાં ઓછું એક મહિનો ચાલશે અને જો જરૂર પડી તો તેનાથી વધુ સમય પણ ખેંચાઈ શકે છે.

યુદ્ધનો અંદાજિત ખર્ચ અને રોકાણ

જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો તેનો કુલ ખર્ચ 210 બિલિયન ડોલર એટલે કે 18.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ અમેરિકન કરદાતાઓના ખિસ્સામાંથી નીકળશે. મિડલ ઈસ્ટમાં તૈનાત કરવામાં આવેલા યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ જેવા વિશાળ એરક્રાફ્ટ કેરિયર ગ્રુપને ચલાવવાનો દૈનિક ખર્ચ જ 58 કરોડ રૂપિયા જેટલો છે. હુમલા પહેલાની તૈયારીઓ, વિમાનોની તૈનાતી અને સંસાધનોના એકત્રીકરણમાં જ અમેરિકા પહેલેથી જ 5,556 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યું છે.

ઈઝરાયેલને આપેલી અત્યાર સુધીની મદદ

અમેરિકાએ માત્ર ઈરાન સાથેના સીધા સંઘર્ષમાં જ નહીં, પરંતુ ઈઝરાયેલને પણ મોટી સૈન્ય સહાય આપી છે. ઓક્ટોબર 2023 થી અત્યાર સુધીમાં અમેરિકાએ ઈઝરાયેલને 21.7 બિલિયન ડોલરની મદદ પૂરી પાડી છે. આ ઉપરાંત યમન અને ઈરાન વિરુદ્ધના ઓપરેશન્સમાં પણ અબજો ડોલરનો ધુમાડો થયો છે. બ્રાઉન યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીનો કુલ સૈન્ય ખર્ચ 3 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે, જે અમેરિકાના બજેટ પર મોટો બોજ છે.

આ સમાચાર પણ વાંચો : ‘Operational Window Opened After PM Modi Left’: પીએમ મોદીની ઈઝરાયેલ મુલાકાત અને ઈરાન પર હુમલો, ઈઝરાયેલી રાજદૂતે કરી ચોંકાવનારી સ્પષ્ટતા.

ઈરાનનો મક્કમ નિર્ધાર

બીજી તરફ, ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અલી બહરેનીએ જણાવ્યું છે કે આ યુદ્ધ ઈરાન પર થોપવામાં આવ્યું છે અને તેની તમામ જવાબદારી અમેરિકા અને ઈઝરાયેલની છે. ઈરાની નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આક્રમણ બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો બચાવ ચાલુ રાખશે. ઈરાનના સર્વોચ્ચ નેતાના મોતના સમાચાર બાદ આ જંગ વધુ હિંસક અને ખર્ચાળ બનવાની આશંકા સેવાઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More