Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.

Avika Gor Pregnancy Rumors: પતિ મિલિંદ ચંદવાની સાથે પોઝ આપી રહી હતી અવિકા અને અચાનક હાલત બગડી, સોશિયલ મીડિયા પર ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.

by Zalak Parikh
Is 'Balika Vadhu' Avika Gor Pregnant? Actress Vomits in Front of Paps, Video Goes Viral.

News Continuous Bureau | Mumbai

Avika Gor Pregnancy Rumors: ‘બાલિકા વધૂ’ ની આનંદી એટલે કે અવિકા ગોર  નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અવિકા તેના પતિ મિલિંદ ચંદવાની સાથે મીડિયા સામે પોઝ આપી રહી હતી, ત્યારે અચાનક જ તેની હાલત બગડતી જોવા મળી હતી. અવિકાએ પહેલા પોતાનું પેટ પકડ્યું અને પછી તે ઉલ્ટી કરવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પેપરાઝી પણ હેરાન રહી ગયા હતા અને અવિકાની તબિયત વિશે પૂછવા લાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!

શું અવિકા ગોર પ્રેગ્નન્ટ છે?

 અવિકાનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું અવિકા માતા બનવાની છે? વીડિયોમાં જોવા મળે છે કે મિલિંદ તેને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે અને પેપ્સને શૂટિંગ રોકવા માટે કહી રહ્યો છે. અવિકાએ સપ્ટેમ્બર ૨૦૨૫ માં જ મિલિંદ ચંદવાની સાથે નેશનલ ટીવી પર રિયાલિટી શો ‘પતિ, પત્ની ઓર પંગા’ ના સેટ પર લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ મહિનાઓમાં આ પ્રકારનો વીડિયો સામે આવતા પ્રેગ્નન્સીની  અટકળો તેજ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


જોકે, બધા યુઝર્સ આ વાતને સાચી માની રહ્યા નથી. કેટલાક લોકોનું કહેવું છે કે આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ  અથવા કોઈ નવા શો માટેનું પ્રમોશન હોઈ શકે છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “જેમ લગ્ન મીડિયા સામે થયા હતા, તેમ લાગે છે ગુડ ન્યૂઝ પણ મીડિયા સામે જ આપશે.” તો વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “આ ચોક્કસ કોઈ પ્રેન્ક   છે અથવા એક્ટિંગ કરી રહી છે.” બીજી તરફ, અવિકાના સાચા ફેન્સ તેની તબિયતને લઈને ચિંતિત છે અને પેપ્સની ટીકા કરી રહ્યા છે કે તેમણે આવી સ્થિતિમાં શૂટિંગ ન કરવું જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More