‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’

Dhurandhar 2 Trailer Out: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સિક્વલનું ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ; ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ, યશની ‘ટોક્સિક’ ની રિલીઝ ડેટ લંબાતા બોક્સ ઓફિસ ટક્કર ટળી.

by Zalak Parikh
Dhurandhar 2 Trailer Out: Ranveer Singh Returns in a Power-Packed Action Avatar.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Trailer Out:  વર્ષ ૨૦૨૫ની સૌથી સફળ ફિલ્મોમાંની એક ‘ધુરંધર’ ના બીજા ભાગ ‘ધુરંધર 2’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે મેકર્સ દ્વારા આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રણવીર સિંહ ફરી એકવાર રુંવાડા ઉભા કરી દે તેવા એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં સંજય દત્ત, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારોનો અભિનય પણ જોવા લાયક છે.

આ સમાચાર પણ વાંચો : Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં

બોક્સ ઓફિસ પર ટળી મોટી ટક્કર

‘ધુરંધર 2’ આગામી ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ ઈદના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અગાઉ આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) રિલીઝ થવાની હતી. જોકે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ‘ટોક્સિક’ ના મેકર્સે રિલીઝ ડેટ લંબાવીને ૪ જૂન કરી દીધી છે. આમ, હવે બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ એકહથ્થુ શાસન કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

ટ્રેલરમાં રણવીર સિંહ બદલો લેવાના મૂડમાં જોવા મળે છે. એક્શન સિક્વન્સ અને ડાયલોગ્સ ખૂબ જ પાવરફુલ છે. આર. માધવન અને અર્જુન રામપાલના પાત્રોમાં પણ નવો વળાંક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં સારા અર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. ટ્રેલર જોઈને લાગે છે કે આ વખતે વાર્તા વધુ ગંભીર અને દેશભક્તિના રંગે રંગાયેલી હશે. દુબઈમાં પણ આ ફિલ્મ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે અંગે આર. માધવને તાજેતરમાં દાવો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More