News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Box Office Collection: બોક્સ ઓફિસ પર અત્યારે માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે ‘ધુરંધર 2’. ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર બે જ દિવસમાં ૨૨૬ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ભવ્ય સફળતા બાદ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે અને ફિલ્મની સફળતાનો શ્રેય પોતાની આખી ટીમ અને કલાકારોને આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: YRKKH માં ફરી આવશે નવો વળાંક? શું અરમાન-અભીરાની જોડીને બાય-બાય કહેવાનો સમય આવી ગયો? મેકર રાજન શાહીએ તોડ્યું મૌન!
રાકેશ બેદીએ શેર કર્યો આદિત્ય ધરનો ખાસ વીડિયો
ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર દિગ્ગજ અભિનેતા રાકેશ બેદીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આદિત્ય ધર કહી રહ્યા છે કે, “જ્યોતિ દેશપાંડેથી લઈને મારા પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિનો આભાર. ખાસ કરીને ટેકનિકલ ટીમ, કલાકારો અને તે તમામ લોકો જેમણે આ ફિલ્મમાં પોતાનું દિલ અને આત્મા રેડી દીધા છે. સોશિયલ મીડિયા પર મળી રહેલા પ્રતિસાદ અને મીમ્સ જોઈને હું અભિભૂત છું. તમારા સમર્થન વિના આ પ્રવાસ શક્ય નહોતો.”
View this post on Instagram
‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા પણ વધુ સારો દેખાવ કર્યો છે. પ્રથમ ભાગની ભવ્ય સફળતા (૧૩૫૦ કરોડથી વધુની કમાણી) બાદ બીજા ભાગની આતુરતાથી રાહ જોવાતી હતી. રણવીર સિંહના લીડ રોલ અને પાવરફુલ એક્શનના કારણે ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ ૨૨૬ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિટ્સ મુજબ, આ વિકેન્ડ પર ફિલ્મની કમાણીમાં હજુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)