Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ

Rakesh Bedi : ૭૧ વર્ષની ઉંમરે રાકેશ બેદીનો મજાકીયા અંદાજ જોઈ રાકેશ રોશન પણ ચોંકી ગયા, ‘ધુરંધર 2’ ની સફળતા બાદ અભિનેતા લાઈમલાઈટમાં

by Zalak Parikh
Dhurandhar 2 Star Rakesh Bedi Steals the Show at Mumbai Fashion Week; Netizens Love His Hilarious Pout on the Ramp

News Continuous Bureau | Mumbai

Rakesh Bedi : ફિલ્મ ‘ધુરંધર 2’ માં પાકિસ્તાની રાજનેતા જમીલ જમાલીનું દમદાર પાત્ર ભજવનાર અભિનેતા રાકેશ બેદી અત્યારે સફળતાના શિખરો સર કરી રહ્યા છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ફેશન વીકમાં રાકેશ બેદીએ રેમ્પ વોક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રેમ્પ પર તેમના મજાકીયા અંદાજ અને આત્મવિશ્વાસની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor Karan Johar: જ્હાનવી કપૂરે કરણ જોહર સાથે છેડો ફાડ્યો! ‘ગોડફાધર’નો સાથ છોડતા બોલિવૂડમાં ખળભળાટ; કરણે મૌન તોડીને કહી દીધી આ મોટી વાત

રેમ્પ પર રાકેશ રોશન સાથે જોડી અને ‘પાઉટ’ પોઝ 

આ ફેશન વીકમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉમટી પડી હતી. રાકેશ બેદી બ્લેક શર્ટ, બ્લેક પેન્ટ અને બ્રાઉન હાફ કોટમાં અત્યંત પ્રભાવશાળી દેખાતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ જાણીતા ફિલ્મમેકર રાકેશ રોશન સાથે રેમ્પ વોક કરી રહ્યા છે. વોકના અંતે રાકેશ બેદીએ મજાકીયા અંદાજમાં ‘પાઉટ’ (Pout) બનાવીને પોઝ આપ્યો હતો, જે જોઈને બાજુમાં ઉભેલા રાકેશ રોશન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


રાકેશ બેદીએ ‘ધુરંધર 2’ માં એક ભ્રષ્ટ પાકિસ્તાની રાજનેતા જમીલ જમાલીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના પહેલા ભાગમાં પણ તેમના પાત્રની પ્રશંસા થઈ હતી, પરંતુ બીજા ભાગમાં તેમના અસલી પાત્રનો ખુલાસો થતા જ તેઓ ફેન્સના ફેવરિટ બની ગયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ લખી રહ્યા છે કે જે રીતે પહેલા ભાગમાં અક્ષય ખન્નાના ‘રહેમાન ડાકુ’ ના પાત્રને સફળતા મળી હતી, તેવી જ સફળતા બીજા ભાગમાં રાકેશ બેદીને મળી રહી છે. ૭૧ વર્ષની ઉંમરે મળેલી આ સફળતા તેમની વર્ષોની મહેનતનું પરિણામ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More