News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – ચૈત્ર સુદ સાતમ
“દિન મહીમા”
વાસંતી દુર્ગા પૂજન, જૈન શાશ્વતી આયંબીલ ઓળી તથા અઠ્ઠાઈ શરુ, મહાસપ્તમી, શુક્ર મેષમાં ૨૯ઃ૧૦, રાજયોગ ૧૩ઃ૫૧ સુધી, વિષ્ટી ૧૩ઃ૫૧ થી ૨૪ઃ૪૮
“સુર્યોદય” – ૦૬.૩૯(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૪૯(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૧૬
“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.
“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા(૧૭.૩૨)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૬.૪૦ – ૦૮.૧૧
અમૃતઃ ૦૮.૧૧ – ૦૯.૪૨
શુભઃ ૧૧.૧૩ – ૧૨.૪૫
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૮
લાભઃ ૧૭.૧૮ – ૧૮.૪૯
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૪૧ – ૨૯.૧૦
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે, અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.