Mumbai Fire Incident: મીરા રોડમાં પ્લાસ્ટિક ગોદામમાં ભીષણ આગ: ધડાકાભેર સિલિન્ડર ફાટતા ટાવરોની બાલ્કનીઓ બળીને ખાખ; રહીશોમાં મચી અફરાતફરી

Mumbai Fire Incident:પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાં કામચલાઉ ગોદામોમાં લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી, અનેક વાહનો બળીને ખાખ; ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ.

by Janvi Soni
Massive Fire at Mira Road Plastic Godown: Cylinder Blasts Damage Nearby Towers and Vehicles; Residents Flee in Panic

News Continuous Bureau | Mumbai
Mumbai Fire Incident: મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં આવેલા પ્લાસ્ટિક અને કાપડના ગોદામમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. વાંસ અને પતરાંથી બનેલા આ અસ્થાયી ગોદામમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ મિનિટોમાં જ પ્રસરવા લાગી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સિલિન્ડર બ્લાસ્ટથી ઇમારતો ધ્રૂજી ઉઠી

આગની આ ઘટનામાં ગોદામમાં રાખેલા ગેસ સિલિન્ડરો એક પછી એક ધડાકાભેર ફાટવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલા જોરદાર હતા કે આસપાસની ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. આ ગભરાટને કારણે સેંકડો રહીશો પોતાના ઘર છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. સદભાગ્યે, આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે.

આ સમાચાર પણ વાંચો : Palmistry:હથેળી પરના તલ નો અસલી અર્થ; ગુરુ, શનિ કે શુક્ર પર્વત પર તિલ હોવાથી જીવન પર કેવી પડે છે અસર?

રહેણાંક ટાવરો અને વાહનોને ભારે નુકસાન

આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે તે નજીકના રહેણાંક ટાવરોના ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે નજીકની ઇમારતોની બાલ્કનીઓ અને બારીઓના કાચ બળીને ખાખ થઈ ગયા હતા. ગોદામની નજીક પાર્ક કરેલી અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ગાડીઓ આગની લપેટમાં આવી જતાં સંપૂર્ણપણે નાશ પામી છે, જેનાથી રહીશોને મોટું આર્થિક નુકસાન થયું છે.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો અનેક વોટર ટેન્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્લાસ્ટિક અને કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. કલાકોની સખત જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેને ઓલવી નાખી હતી. હાલમાં કુલિંગ ઓપરેશન ચાલુ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More