Shakti Shalini Update: ‘શક્તિ શાલિની’માં ખલનાયકની ધમાકેદાર એન્ટ્રી: સની દેઓલ સાથે પંગો લેનાર આ અભિનેતા અનીત પડ્ડાને રડાવશે!

Shakti Shalini Update: મેડોક હોરર યુનિવર્સની ફિલ્મમાં વિનીત કુમાર સિંહની એન્ટ્રી; આદિત્ય સરપોતદારના નિર્દેશનમાં શરૂ કર્યું શૂટિંગ, વિશાલ જેઠવા અને અનીત પડ્ડા સાથે જામશે ટક્કર.

by Zalak Parikh
Shakti Shalini Update: Vineet Kumar Singh to Play Villain in Aneet Padda’s Horror Thriller

News Continuous Bureau | Mumbai

Shakti Shalini Update: મેડોક ફિલ્મ્સની મોસ્ટ એન્ટિસિપેટેડ હોરર-થ્રિલર ફિલ્મ ‘શક્તિ શાલિની’ની સ્ટાર કાસ્ટને લઈને એક નવો ખુલાસો થયો છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે અનીત પડ્ડા અને મુખ્ય અભિનેતા તરીકે વિશાલ જેઠવાની જાહેરાત બાદ હવે આ વાર્તાના વિલન પરથી પડદો ઉચકાયો છે. આ ફિલ્મમાં શક્તિશાળી ખલનાયકની ભૂમિકામાં જાણીતા અભિનેતા વિનીત કુમાર સિંહ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી

 

સની દેઓલ અને વિકી કૌશલની ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ

વિનીત કુમાર સિંહ એક એવો અભિનેતા છે જેણે પોતાની દમદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે. તેણે તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ અને સની દેઓલની ફિલ્મ ‘જાટ’માં મહત્વની ભૂમિકાઓ ભજવીને લોકોના દિલ જીત્યા હતા. હવે તે ‘શક્તિ શાલિની’માં નેગેટિવ રોલ ભજવીને દર્શકોને ડરાવવા માટે તૈયાર છે. અહેવાલો મુજબ, વિનીતે આદિત્ય સરપોતદારના નિર્દેશનમાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Sameer Ahire (@samthebestestt)


‘શક્તિ શાલિની’ મેડોક હોરર યુનિવર્સ (સ્ત્રી, ભેડિયા, મુંજ્યા ફેમ) નો જ એક ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદાર કરી રહ્યા છે. ફિલ્મમાં અનીત પડ્ડા અને વિશાલ જેઠવાની કેમેસ્ટ્રી જોવા મળશે, જેઓ અગાઉ ‘સલામ વેંકી’માં સાથે જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More