Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.

Raja Shivaji Movie Teaser Controversy: “નામ બદલો, ‘છત્રપતિ’ શબ્દ અનિવાર્ય છે” - નેટિઝન્સની ઉગ્ર માંગ; સંજય દત્ત અને અભિષેક બચ્ચન સામે રીતેશનો લુક ફિક્કો પડ્યો હોવાનો ફેન્સનો દાવો.

by Zalak Parikh
‘Raja Shivaji’ Teaser Controversy: Fans slam Riteish Deshmukh’s casting

News Continuous Bureau | Mumbai

Raja Shivaji Movie Teaser Controversy: છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા પર આધારિત રીતેશ દેશમુખની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘રાજા શિવાજી’નું  ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર એક નવો વિવાદ છેડાઈ ગયો છે. મહારાષ્ટ્રના આરાધ્ય દેવ ગણાતા શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખના લુક અને ફિલ્મના નામ સામે ચાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Movie Casting: ‘ધુરંધર’ કાસ્ટિંગ સિક્રેટ: રણવીર કે અક્ષય નહીં, આ એક્ટ્રેસની એન્ટ્રીથી મુકેશ છાબડા થયા સૌથી વધુ ખુશ! જાણો કોણ છે એ લકી સ્ટાર?

ફિલ્મના ટાઈટલને લઈને સૌથી વધુ વિરોધ

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ફિલ્મનું નામ માત્ર ‘રાજા શિવાજી’ રાખવું એ મહારાજનું અપમાન છે. નેટિઝન્સ માંગ કરી રહ્યા છે કે ફિલ્મનું શીર્ષક બદલીને ‘છત્રપતિ શિવાજી મહારાજ’ કરવામાં આવે. એક યુઝરે લખ્યું, “મહારાષ્ટ્રના હોવાને નાતે ‘છત્રપતિ’ એ માત્ર પદવી નથી પણ અમારું ગૌરવ છે. શું ‘રાજા શિવાજી’ નામ રાખવાથી દુનિયા તે ઊંડાઈ સમજી શકશે?” આ બાબતે લોકો રીતેશને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)


ટીઝરમાં સંજય દત્ત એક ક્રૂર મુઘલ શાસકના રોલમાં અને અભિષેક બચ્ચન ‘સંભાજી શાહજી ભોસલે’ના પાવરફુલ રોલમાં જોવા મળે છે. ટીઝરના બીજા ભાગમાં રીતેશની એન્ટ્રી થાય છે, પરંતુ દર્શકોનું માનવું છે કે સંજય દત્ત અને અભિષેકના પર્સનાલિટી સામે રીતેશ ‘લાર્જર ધેન લાઈફ’ પાત્રમાં ફિટ બેસતો નથી. ઘણા લોકોએ એવી પણ માંગ કરી છે કે આ રોલ માટે શરદ કેલકર સૌથી યોગ્ય પસંદગી હતા.ફિલ્મમાં વિદ્યા બાલન, ફરદીન ખાન, બોમન ઈરાની અને રીતેશની પત્ની જેનીલિયા દેશમુખ પણ મહત્વના રોલમાં છે.આ ફિલ્મ 1 મે 2026 ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More