Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો

Filmy Robbery in Kurla: સસ્તું સોનું આપવાની લાલચ આપી કાલબાદેવીના વેપારીને કુર્લા બોલાવ્યો; પોલીસ રેડનો સ્વાંગ રચી ધોળા દિવસે લૂંટ ચલાવી ટોળકી ફરાર.

by Janvi Soni
Filmy Robbery in Kurla: 'Fake Cops' gang loots Mumbai jeweler of Rupees 15 lakh under the pretext of cheap gold deal.

News Continuous Bureau | Mumbai

Filmy Robbery in Kurla: મુંબઈના કુર્લા વિસ્તારમાં ‘સ્પેશિયલ ૨૬’ ફિલ્મ જેવી લૂંટની ઘટના સામે આવી છે. નકલી પોલીસ બનીને વેપારીઓને નિશાન બનાવતી ટોળકીએ કાલબાદેવીના એક જ્વેલર પાસેથી ₹૧૫ લાખની રોકડ લૂંટી લીધી છે. કુર્લાના ડેરી રોડ પર બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. નેહરુ નગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.મળતી માહિતી મુજબ, આરોપીઓએ જ્વેલરને બજાર ભાવ કરતા ૨ ટકા સસ્તું સોનું આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. સોદો નક્કી થયા મુજબ, વેપારી ₹૧૫ લાખ રોકડા લઈને કુર્લા સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી બે શખ્સો તેમને રિક્ષા અને કાર દ્વારા ડેરી રોડની એક શાંત ગલીમાં લઈ ગયા હતા.

ઈનોવા કારમાં આવી ‘નકલી પોલીસ’

જ્વેલર જ્યારે રોકડ ભરેલી બેગ બતાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ ત્યાં એક ઈનોવા કાર આવી પહોંચી હતી. તેમાંથી લાકડીઓ સાથે પોલીસ જેવી વરદી અને રુઆબ ધરાવતા બે શખ્સો ઉતર્યા હતા. તેમણે પોલીસ રેડ પડી હોવાનો દેખાવ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ અફરાતફરી વચ્ચે મુખ્ય આરોપી રોકડ ભરેલી બેગ લઈને કારમાં બેસી SCLR રોડ તરફ ભાગી છૂટ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Drug Factory Busted in Mumbai: મુંબઈમાં ગુજરાતનો ડ્રગ માફિયા ઝડપાયો: અંધેરીની ચાલમાં ચાલતી હતી ‘ડ્રગ ફેક્ટરી’, દર મહિને ₹30 કરોડનું MD બનતું

 ₹3 લાખ પરત આપવાની ઓફર કરી

વેપારીને શરૂઆતમાં એમ જ લાગ્યું કે આ સાચી પોલીસ કાર્યવાહી છે, તેથી તેમણે કોઈ પ્રતિકાર કર્યો નહીં. જોકે, થોડા સમય બાદ આરોપીઓના ફોન સ્વીચ ઓફ આવ્યા અને બાદમાં વોટ્સએપ કોલ દ્વારા લૂંટારુઓએ માત્ર ₹૩ લાખ પરત આપવાની ઓફર કરી ત્યારે વેપારીને ખબર પડી કે તેઓ લૂંટાયા છે. આ અજીબ ઓફર બાદ જ્વેલરે તાત્કાલિક નેહરુ નગર પોલીસનો સંપર્ક કર્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

નેહરુ નગર પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓનો પતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને શંકા છે કે આ એક સંગઠિત ગેંગ છે જે યોજનાબદ્ધ રીતે જ્વેલરો અને મોટા વેપારીઓની રેકી કરીને તેમને જાળમાં ફસાવે છે. અગાઉ પણ શહેરમાં આવી પદ્ધતિથી અનેક લૂંટની ઘટનાઓ બની ચૂકી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More