Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ

Trump’s Bold Move: US to Collect Toll from Ships Passing Through Strait of Hormuz; Claims Victory Over Iran
Trump’s Bold Move: US to Collect Toll from Ships Passing Through Strait of Hormuz; Claims Victory Over Iran

News Continuous Bureau | Mumbai
Iran Representative in India Statement અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતમાં ઈરાની સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને ઈરાનનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વાતચીત માટે હજુ પણ તૈયાર છે, પરંતુ તે માનવીય મૂલ્યો અને સાર્વભૌમત્વના ભોગે નહીં હોય.ડો. ઈલાહીએ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) ખોલવી એ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે જરૂરી છે. જોકે, વર્તમાન સ્થિતિને જોતા ઈરાને તેની સુરક્ષા માટે કડક વલણ અપનાવ્યું છે.

પર્સિયન ગલ્ફમાંથી અમેરિકી જહાજો હટાવવાની માંગ

ઈરાને અમેરિકા સામે સ્પષ્ટ શરત મુકી છે કે જો શાંતિ જોઈતી હોય તો અમેરિકાએ પર્સિયન ગલ્ફ માંથી પોતાના સૈન્ય જહાજો હટાવી લેવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ઈરાની પ્રતિનિધિએ કહ્યું કે, અમેરિકાના જહાજો અહીં શું કરી રહ્યા છે? તેમણે તે વિસ્તારમાંથી નીકળી જવું જોઈએ. અમે ક્યારેય વાતચીતનું ટેબલ છોડ્યું નથી, પરંતુ અમેરિકાની માંગણીઓ એવી હતી જે સ્વીકારવી અશક્ય હતી.

આજે સાંજથી અમેરિકાની નાકાબંધી શરૂ થશે

બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જાહેરાત કરી છે કે ભારતીય સમય મુજબ આજે ૧૩ એપ્રિલના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરવામાં આવશે. આ નાકાબંધી અરબ અખાત અને ઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો પર લાગુ થશે. જે જહાજો ઈરાન સિવાયના અન્ય દેશોના બંદરો પર જઈ રહ્યા છે, તેમને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.

ઈરાન પર ‘લાંચ’ લેવાનો ટ્રમ્પનો આરોપ

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે આરોપ લગાવ્યો હતો કે ઈરાન હોર્મુઝમાંથી પસાર થવા માંગતા જહાજો પાસેથી ‘રિશ્વત’ (લાંચ) લઈ રહ્યું છે. ટ્રમ્પે અમેરિકી નૌકાદળને એવા તમામ જહાજોને રોકવા અને તપાસવાના આદેશ આપ્યા છે જે ઈરાનને પૈસા આપીને રસ્તો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવી છે અને ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

By samadhan gothal

Samadhan Gothal is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!