BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!

BKC Incident:MMRDA ગ્રાઉન્ડ પર મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન હિંસક અથડામણ; સાયનના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા અફરાતફરી, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો.

by Janvi Soni
Bloodshed at 'Simba Uproar' Event in BKC: MBA student stabbed, remains critical; police hunt for attackers.

News Continuous Bureau | Mumbai

BKC Incident: મુંબઈના હબ ગણાતા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ચાલી રહેલા ‘Simba Uproar 2026’ ફેસ્ટિવલમાં એક અત્યંત ગંભીર ઘટના બની છે. હજારોની મેદની વચ્ચે એક MBA ના વિદ્યાર્થી પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી સાયન વિસ્તારનો રહેવાસી છે. તે આ ફેસ્ટિવલમાં મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટનો આનંદ લેવા પહોંચ્યો હતો. જોકે, ઈવેન્ટ દરમિયાન કોઈ બાબતે અન્ય જૂથ સાથે માથાકૂટ થઈ હતી, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

સજ્જ સુરક્ષા વચ્ચે હથિયાર કેવી રીતે પહોંચ્યું?

ઇવેન્ટ આયોજકો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા હતા, તેમ છતાં મેદાનની અંદર છરી જેવા તીક્ષ્ણ હથિયારો કેવી રીતે પહોંચ્યા તે એક મોટો સવાલ છે. હુમલાખોરોએ વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. ત્યાં હાજર મિત્રો અને સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ

પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ

ઘટનાની જાણ થતા જ BKC પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરોને ઓળખવા માટે અને સમગ્ર વિવાદનું કારણ જાણવા માટે ગ્રાઉન્ડ અને એન્ટ્રી પોઈન્ટ પર લાગેલા તમામ કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. જે લોકો તે સમયે વિદ્યાર્થીની આસપાસ હતા તેમની નિવેદનો લેવામાં આવી રહ્યા છે.શંકાસ્પદ લોકોની ઓળખ માટે એન્ટ્રી લિસ્ટ પણ ચકાસવામાં આવી રહ્યું છે.

યુવાનોમાં વધતી હિંસા ચિંતાનો વિષય

મુંબઈ જેવા શહેરમાં પબ્લિક ઈવેન્ટ્સમાં આ પ્રકારના જીવલેણ હુમલાઓ વધતા યુવાનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાયન હોસ્પિટલની બહાર વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રો ઉમટી પડ્યા છે. હુમલાખોરો હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More